પોરબંદરના અરબી સમુદ્ર કિનારે આજે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એચએડીઆરનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ કુદરતી આફતો સામે ભારતીય સેના તાત્કાલિક કેવી રીતે મદદ પહોંચાડે છે તેનો લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર દ્રિવેદીના અધ્યક્ષતાને યોજાયો હતો.
એચએડીઆરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાના પ્રમાણ વધતા જઈ રહ્યાં છે, કલાઈમેન્ટ ચેન્જના કારણે પોરબંદરના દરિયાકિનારા નજીક દર વર્ષે વાવાઝોડા ખતરો રહ્યો છે. 2 વર્ષ પૂર્વે પોરબંદરમાં આવેલા વાવઝોડામા પોરબંદરને ઘણુ નુકસાન પહોંચાડયુ છે. ભારતીય સેના દ્વારા તારીખ 19 નવેમ્બરના રોજ એચએડીઆરનો કાર્યક્રમ પ્રથમ વાર પોરબંદરના દરિયાકિનારે આયોજન કરવામાં આવ્યું હતું. એચએડીઆરનો મુખ્ય હેતુ દરિયા તુફાનો સામે લોકોને કેવી રીતે તાત્કાલિક ભારતીય સેના મદદ આવે છે તેનુ નિદર્શન પોરબંદરની ચોપાટી હજુર પેલેસ નજીક ભારતીય સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્રિવેદીના અધ્યક્ષતાને યોજાયો હતો.
રાહત બચાવ કામગીરીનું નિદર્શન બતાવવામાં આવ્યુ
જેમાં ભારતીય સેનાના વાહનો, હેલીકોપ્ટર, રોબોટ, ડ્રોન તથા નેવી એરફોર્સના એરકાફ્રટ, નેવીની શીપ, બોટ, એરક્રાફટ, કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર, ડોનીયર વગેરે દ્વારા રાહત બચાવ કામગીરીનું નિદર્શન બતાવવામાં આવ્યુ હતુ. ચર્ચા મુજબ બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, થાઇલેન્ડ અને વિયેતનામ વગેરે દેશોના સેનાના તથા તે દેશના પ્રતિનિધ હાજર રહ્યા હતા.
રેસ્કયુ ઓપરેશન માટે ભારતીય સેનાના આધુનિક સાધનો ઉપયોગ કરાયો
પોરબંદર ચોપાટી ખાતે યોજાયેલો એચએડીઆરના કાર્યક્રમાં રેસ્કયુ ઓપરેશન માટે ભારતીય સેનાના આધુનિક સાધનો ઉપયોગ કરાયો હતો. પોરબંદર ચોપાટી ખાતે સૌપ્રથમ પાંચ પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. જેમાં હજુર પેલેસની ઈમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા બાદમાં તુફાનના લીધે માર્ગ પર પુલ ડેમેજ થાય તેવુ પ્રદર્શન સાથે આર્મી દ્વારા તાત્કાલિક નવો પુલ માત્ર ગણતરીનું મિનિટો બનાવી રાહત બચાવ પહોંચાડયા બાદમાં દરીયા કિનારા વાવાઝોડા લીધે નજીક વિસ્તારમાં મકાનો કે ઇમારતોના કાટમાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. દરિયામાં તણાયેલા નાગરિકર શીપ, બોટ અને હેલીકોપ્ટર વડે બચાવવનો ઓપરેશન યોજવામાં આવ્યો અને અંતમાં રેસ્કયુ બાદ તાત્કાલિક સ્થળ મોબાઈલ હોસ્પિટલ બનાવાય, જેમાં લોકો સારવાર અપાઇ તે પ્રકારના ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યા હતા.