રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા હવાના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સમિતિએ દિલ્હી સહિત સમગ્ર NCR પ્રદેશમાં GRAP-4 લાગુ કરવા માટેનો નિર્ણય લીધો છે. GRAP-4ના પ્રતિબંધો આવતીકાલે સોમવારે 18 નવેમ્બર, 2024ના રોજ સવારે 8 વાગ્યાથી અમલમાં આવશે.
હવાની ગુણવતા દિવસે દિવસે બગડી રહી છે
દૈનિક AQI બુલેટિન મુજબ દિલ્હીનો દૈનિક સરેરાશ AQI આજે સાંજે 4 વાગ્યે 441 નોંધાયો હતો. ત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જે આજે સાંજે 7 વાગ્યે વધીને 457એ પહોંચી ગયો છે. દિલ્હી-એનસીઆરમાં હવામાન પરિસ્થિતિઓને કારણે બદલાતી AQIને ધ્યાનમાં રાખીને એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનને કાર્યરત કરવા માટેની પેટા-સમિતિ, એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ) એ રવિવારે એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
આજે સાંજે 7 વાગ્યે AQI 452 નોંધાયું
જેમાં પેટા-સમિતિએ પ્રદેશમાં હવાની ગુણવત્તાની એકંદર સ્થિતિ તેમજ હવામાન પરિસ્થિતિઓ અને હવાની ગુણવત્તાના સૂચકાંકની આગાહીની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. બેઠક દરમિયાન IMD/IITM દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, આજે સાંજે 4 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 441 નોંધાયો હતો, જે સાંજે 6 વાગ્યા સુધી સતત વધતો રહ્યો અને સાંજે 7 વાગ્યે 452 પર પહોંચી ગયો હતો.
આવતીકાલે સવારે 8 વાગ્યાથી GRAP-4ના પ્રતિબંધો લાગુ પડશે
બીજી તરફ એનસીઆરની બગડતી હવાની ગુણવત્તાના વર્તમાન વલણને ધ્યાનમાં રાખીને એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુના બગડે તેને અટકાવવા માટે પેટા સમિતિએ આજે સાંજે GRAP-4ના પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. દિલ્હી સહિત સમગ્ર NCRમાં પ્રતિબંધો લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રતિબંધો સોમવારે સવારે 8 વાગ્યાથી લાગુ પડશે.