નવરાત્રિને લઈ સુરત પોલીસ એલર્ટ બની છે,સુરત પોલીસ કમિશનરે કહ્યું કે,કોઈ પણ કાયદો હાથમાં લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે,તકલીફ હોય તો પોલીસને જાણ કરો અને દીકરી અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ સજ્જ છે.વેશ બદલીને પોલીસ ગરબામાં તૈનાત રહેશે,મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે.ગાડી બગડે કે રીક્ષા ના મળે તો 100 નંબર ડાયલ કરો પોલીસ તમને ઘર સુધી મૂકી જશે.
બહેનો અને દીકરીઓ ખાસ રાખે ધ્યાન
નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં,કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં.અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો,ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.
વાહન ના મળે તો પોલીસને કરો જાણ
સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવવી જરૂરી છે.ગરબા રમવા જાવ ત્યારે પરિચિત લોકો સાથે જ રહેજો, અજાણી વ્યક્તિની લિફ્ટ લેવી કે એમને લિફ્ટ આપવી નહી સાથે સાથે ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો જેથી તમને રોડ પર એકલું લાગે નહી અને તમારી એકલતાનો કોઈ લાભ ઉઠાવે નહી.રાત્રીના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.
મહિલા પોલીસકર્મીઓ પાર્ટી પ્લોટમાં સાદા ડ્રેસમાં બજાવશે ફરજ
નવરાત્રીમાં અમદાવાદ પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે અને રોમિયો પર ધ્યાન રાખશે.આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે. મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે.હાલ શહેરમાંથી વિવિધ આયોજકોએ ગરબા આયોજન માટે પોલીસ વિભાગ પાસે મંજૂી માગી છે. ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ CCTV દ્વારા બાજ નજર રાખશે.