ગાંધીનગરના વાસણ (મહાદેવ) ગામની સીમમાં આવેલ બોરકુવા ઉપર ઓરડી તથા પતરાના શેડ વાળી જગ્યા પર જુગાર રમાતો હતો અને તેની બાતમી ગાંધીનગર એલસીબીને મળી હતી તો એલસીબી પોલીસે ઘટના સ્થળે જઈ રેડ કરી હતી અને 25 જુગારીઓને ઝડપી પાડયા હતા,પોલીસે ઘટના સ્થળેથી રોકડા 1,87,000 જપ્ત કર્યા છે અને અન્ય 32,46,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મુખ્ય સુત્રધાર મુળરાજસિંહ રાણા
ગાંધીનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃતિ આચરતા ઇસમોને પકડી પાડવા સારૂ ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ તથા જીલ્લાપોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ ખાસ સૂચના આપી છે.જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળાની ટીમે અલગ-અલગ જગ્યાએ પેટ્રોલિંગ પણ કર્યુ હતુ.બાતમીના આધારે વાસણ (મહાદેવ) ગામની સીમમાં આવેલ પંકજસિંહ સતુજી વાઘેલાના બોરકુવા ઉપર આવેલ ઓરડી તથા પતરાના શેડવાળી જગ્યાએ રેડ કરી પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા 25 લોકો ઝડપાયા હતા.
જાણો કોણ-કોણ આરોપીઓ છે
01- મુળરાજસિંહ માનુભા લખુભા રાણા ઉ.વ.૬૧ રહે. મ.નં – ૩, ન્યુ ઓમકાર – ૧ સોસાયટી, ન્યુસેન્ટ મેરી સ્કુલ સામે,નવા નરોડા, અમદાવાદ મુળ રહે. ભેસજાળ ગામ, તા.ચુડા જી.સુરેન્દ્રનગર (જુગારનો અખાડો ચલાવનાર)
02- રફીક સુલતાનભાઇ દિલબરખાન પઠાણ રહે. ૬૫, આમીરપાર્ક, મેમણ હોલ રોડ, જુહાપુરા,અમદાવાદ
03-જીતેન્દ્ર પ્રતાપરાય વ્રજલાલ ગણાત્રા રહે. મ.નં – ૧૦૨, વંદેમાતરમ હીલ્સ, ગોતા, અમદાવાદ મુળ રહે. કોટડા સાંગાણી, વાલમશેરી તા.કોટડાસાંગાણી જી.રાજકોટ
04-પ્રફુલ વિષ્ણુભાઇ અંબાલાલ પારેખ રહે.લાંઘણજ ગામ,સ્વામીનારાયણ, તા.જી.મહેસાણા રહે. લાંઘણજ ગામ, સ્વામીનારાયણ વાસ, તા.જી.ગાંધીનગર
05-વિક્રમસિંહ શંકરસિંહ શીવુજી વાઘેલા રહે. કોલવડા ગામ, પાંડવનગર, તા.જી.ગાંધીનગર
06-રફીક ઉમરભાઇ ઇસ્માઇલભાઇ કાસમાની ઉ.વ.૫૫ રહે. શેરી નંબર – ૪, કાલીકા પ્લોટ, રવાપર રોડ, મોરબી તા.જી.મોરબી
07-યોગેશ કનુભાઇ રાઠોડ ઉ.વ.૫૧ રહે. પ્લોટ નં -૪૩૫, સેક્ટર – ૧૬, તા.જી.ગાંધીનગર
08-નરેન્દ્ર કેવલદાસ દેવચંદભાઇ શ્રીમાળી રહે. મ.નં – ૭૫, કોઠી નીવાસ ચાલી,મધુરમ સીનેમાની સામે, ઘી કાંટા, અમદાવાદ
09-મોહસીનખાન હબીબખાન નિઝામખાન પઠાણ રહે. સરકારી દવાખાનાની સામે, નડીયાદી ભાગોળ, મહુધા શહેર, તા.મહુધા જી.ખેડા
10-ગેબીલાલ હેમરાજ કુરજીભાઇ કલાલ રહે. ઇ/૭૦૨, રૂદ્રમ સ્કાય ફ્લેટ, ન્યુ રાણીપ, ચાંદલોડીયા, અમદાવાદ મુળ રહે. ગુડ ગામ, તા.જી. સલુમ્બર,રાજસ્થાન
11-મુળરાજસિંહ હરીસિંહ રાણા ઉ.વ.૬૨ રહે. ૭૧૨, હાઉસીંગ બોર્ડ સોસાયટી, બાપુનગર, અમદાવાદ
12-કેતન રમણભાઇ પટેલ ઉ.વ.૪૨ રહે. વહાણવટી સોસાયટી, ઉનાવા ગામ, તા.જી.ગાંધીનગર
13-ભીમાજી હિરાજી સોલંકી ઉ.વ. ૫૩ રહે. મ.નં -૪૪૫/૨, ચામુંડાનગર સોસાયટી, સાંતમ બંગ્લોઝની સામે, પેથાપુર, તા.જી.ગાંધીનગર
14-સિકંદર આશીકભાઇ સૈયદ ઉ.વ.૩૯ રહે. મ.નં -૨૩૭, નેહરૂનગરનીચાલી મકરબા, સરખેજ, અમદાવાદ
15-કિરણભાઇ નટવરલાલ પટેલ ઉ.વ.૪૮ રહે.પટેલવાસ, કરણપુરા ગામ, તા.બહેચરાજી જી.મહેસાણા
16-મોહનનાથ મેઘનાથ ગંગનાથ જોગી રહે.મ.નં -૧૯૩૯, બ્લોક નં- ૬૧, ક્રિષ્ણાધામ ઔડાના મકાન, વેજલપુર, અમદાવાદ મુળ રહે.નૌલી ગામ, થાના- જલારા તા.જી.સલુમ્બર, રાજસ્થાન
17-મનોજ પુંજાજીહીરાજી પટેલ રહે. મ.નં -૩, રાજુભાઇની ચાલી, મેમનગર, અમદાવાદ
18-અજીતકુમાર હસમુખલાલ શાહ રહે. ૩૧/૩૬૯, અભિનવ એપાર્ટમેન્ટ,કૃષ્ણનગર, નરોડા રોડ,સૈજપુર બોઘા, અમદાવાદ
19-હુસેનભાઇ ઇબ્રાહીમભાઇ ઉસ્માનભાઇ કછોટ રહે. માંડલ ગામ, તા.વિરમગામ, જી.અમદાવાદ
20-અયાઝ મહેબુબભાઇ કછાટ રહે. માંડલ ગામ, તા.વિરમગામ,જી.અમદાવાદ
21-વિનોદસિંહ પૃથ્વીસિંહ ઝાલા રહે.ઉનાવા ગામ, કુંભારવાસ, તા.જી.ગાંધીનગર
22-આશિષભાઇ જગદિશભાઇ પટેલ ઉ.વ.૪૪ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, ઉનાવા ગામ, તા.જી.ગાંધીનગર
23- ભરતભાઇ પ્રાણભાઇ અગારા ઉ.વ.૫૩ રહે.બી/૨૦૩, નિર્મળ રેસીડેન્સી, વસ્ત્રાલ, અમદાવાદ
24-ચંદનસિંહ દલપુજીવાઘેલા રહે. વાસન ગામ, તા.જી.ગાંધીનગર
25-દિનેશકુમાર અંબાલાલ પટેલ રહે. મોટો માઢ, લાંઘણજ ગામ, તા.જી.ગાંધીનગર
26-દિનેશકુમાર કનુભાઇ બારોટ રહે. માળીવાસ, લાંઘણજ ગામ, તા.જી.મહેસાણા વાળાઓને પકડી પાડી તેઓની અંગ ઝડતી માંથી રોકડ રૂા.૧,૮૭,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૨૮ કિ.રૂા.૧,૬૩,૦૦૦/- તથા વાહન નંગ – ૮ કિ.રૂા.૨૮,૯૫,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કોઇન નંગ -૪૪૮ કિ.રૂા.૦૦/૦૦ તથા વણ વપરાયેલ કેટ નંગ -૯૬૦ કિ.રૂા.૦૦/૦૦ તથા સ્ટીલની પેટી નંગ – ૧ કિ.રૂા.૧૦૦/- તથા પૈસાનો હિસાબ લખેલ ચોપડો તથા કાર્ડ નંગ -૪ કિ.રૂા.૦૦/૦૦ તથા ગંજીપાના નંગ – ૧૦૪ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ રૂા.૩૨,૪૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો
જપ્ત કરેલ મુદ્દામાલ
(૧) રોકડ રૂ.૧,૮૭,૯૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ – ૨૮ કિ.રૂ.૧,૬૩,૦૦૦/-
(૩) વાહન નંગ – ૮ કિ.રૂ.૨૮,૯૫,૦૦૦/-
(૪) પ્લાસ્ટીકના કોઇન નંગ -૪૪૮ કિ.રૂ.૦૦/૦૦
(૫) વણ વપરાયેલ કેટ નંગ -૯૬૦ કિ.રૂ.૦૦/૦૦
(૬) સ્ટીલની પેટી નંગ – ૧ કિ.રૂ.૧૦૦/-
(૭) પૈસાનો હિસાબ લખેલ ચોપડો તથા કાર્ડ નંગ -૪ કિ.રૂ.૦૦/૦૦
(૮) ગંજીપાના નંગ – ૧૦૪ કિ.રૂ.૦૦/૦૦
કુલ રૂ.૩૨,૪૬,૦૦૦
આરોપી મુળરાજસિંહ મોનુભા રાણાનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) દરીયાપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં – ૧૯/૨૦૧૭ જુગાર ધારા કલમ – ૪, ૫ મુજબ
(૨) દરીયાપુર પો.સ્ટે. ગુ.ર.નં– ૧૧૧૯૧૦૦૯૨૧૧૦૦૪/૨૧ જુગારધારા કલમ – ૪,૫ મુજબ
(૩) ઇસનપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૨૨૪૦૨૮૪/૨૪ જુગારધારા કલમ – ૪, ૫ મુજબ
આ કામનો આરોપી અમદાવાદ શહેર ખાતે મનપસંદ જીમખાના નામથી અગાઉ જુગારની ક્લબ ચાલવતા હોય જેથી તેઓ વિરૂધ્ધ ગુનાઓ દાખલ થયેલ છે.
ગુનો કરવાની એમ.ઓ.
આ કામનો મુખ્ય સુત્રધાર આરોપી મુળરાજસિંહ મોનુભા રાણા નાનો અલગ અલગ જગ્યાઓ જુગારના અખાડાઓ ચલાવવા સારૂ ભાડેથી રાખી તે જગ્યા ઉપર તેના સંપર્કમાં રહેલ અલગ અલગ વ્યક્તિઓને જુગાર રમવા સારૂ બોલાવી તેઓને જુગાર રમવાના સાધનો પુરા પાડી તેમજ જુગાર રમવા જરૂરી વ્યવસ્થાઓ જેવી જમવા, ચા–નાસ્તો, પાન– મસાલા વગેરે કરી આપતો હતો અને પોલીસ રેડ થાય તો રોકડ રકમ પકડાય નહીં તે સારૂ ખેલીઓ પાસેથી રોકડા પૈસા લઇ તેની જગ્યાએ પ્લાસ્ટીકના અલગ અલગ રંગના નક્કી કરેલ રકમ મુજબના કોઇન આપી પ્લાસ્ટીકના કોઇન વડે જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરતો હોવાની એમ.ઓ. ધરાવે છે.