Bhavnagar News : ગુજરાતના ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાવકી માતાએ નવ વર્ષની બાળકીના વાળ અને ભ્રમર કાપી કાઢ્યા હતા અને બાળકીને પંખે લટાકાવીને તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે સાવકી માતાની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ભાવનગરની શ્રી રામ સોસાયટીમાં એક સાવકી માતા દીકરી પર અત્યાચાર કરતી હતી અને નવ વર્ષની માસૂમ દીકરી પાસે તે ઘરનું બધું જ કામ કરાવતી હતી.