21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
21 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagarના Kalol સિટીમાં 16 વર્ષથી વાહન ચોરીમાં ફરાર આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો

Gandhinagarના Kalol સિટીમાં 16 વર્ષથી વાહન ચોરીમાં ફરાર આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપ્યો


છેલ્લા ૧૬ વર્ષથી ગાંધીનગરના કલોલ સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વાહનચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હેમાગુડા સાઉદ ઉકીયા ઘાણી તા-સાંચોર રાજસ્થાન ખાતે પકડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર એલ.સી.બી-૧ ટીમ.

બાતમીના આધરે આરોપીને ઝડપ્યો

જે બહારના રાજ્યના નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.– ૧ ગાંધીનગર નાઓએ અલગ અલગ ટીમોને જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે ગાંધીનગરનાઓની ટીમના આ.પો.કો. અનોપસિંહ બળવંતસિંહ બ.નં.૧૫૫૬ તથા આ.પો.કોન્સ ગોવિંદસિંહ દિપસિંહ બ.નં-૭૫૭ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, ગાંધીનગર જીલ્લાના કલોલ સીટી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં-૦૧૬૯/૨૦૦૯ ઇ.પી.કો ક-૩૭૯વિ. મુજબના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપી છે તેની વિરુધ્ધમાં સી.આર.પી.સી ક-૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ છે તે આરોપી વિરીયા ઉર્ફે બીરલાક સન/ઓફ લાદુરામ બિશ્નોઇ રહે,હેમાગુડા સાઉદ ઉકીયા ઘાણી તા-સાંચોર રાજસ્થાનવાળો પોતાના ઘરે હાજર છે જે હકીકતના આધારે ઝડપી પાડયો હતો.

આરોપીને તેના ઘરેથી રાઉન્ડ અપ કર્યો

આરોપી ઘણા વર્ષોથી નાસતા ફરતા હોય તેઓના ઘરે તપાસ કરવી અત્યત જરૂરી હોય સદર જગ્યાએ જઇ આરોપી બાબતે તપાસ કરવા સારૂ અત્રેથી એલ.સી.બી-૧ ગાંધીનગરથી મોકલી આપતા આરોપીના વતનના જાબ પોલીસ સ્ટેશન ખાતે જઇ પોલીસ મદદ મેળવી આરોપીના ઘરે તપાસ કરતા આરોપી વિરીયા ઉર્ફે બીરલાક ઉર્ફે બિરબલરામ સન/ઓફ લાદુરામ બિશ્નોઇ રહે,હેમાગુડા સાઉદ ઉકીયા ઘાણી તા-સાંચોર જી-જાલોર રાજસ્થાન વાળો હાજર મળી આવતા આરોપીને રાઉન્ડઅપમાં લીધો હતો.

આરોપીનું નામ સરનામુ

વિરીયા ઉર્ફે બીરલાક ઉર્ફે બિરબલરામ સન/ઓફ લાદુરામ બિશ્નોઇ રહે,હેમાગુડા સાઉદ ઉકીયા ઘાણી તા-સાંચોર જી-જાલોર રાજસ્થાન

આરોપી વિરુધ્ધનો ગુનો

કલોલ સીટી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં-૦૧૬૯/૨૦૦૯ ઇ.પી.કો ક-૩૭૯ વિ.મુજબ

કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી

(૧) પો.ઇન્સ. ડી.બી.વાળા

(૨) પો.સ.ઇ. જે.જે.ગઢવી

(૩) એ.એસ.આઇ મુકેશસિંહ દલપતસિંહ બ.નં-૭૦૫

(૪) આ.પો.કો. અનોપસિંહ બળવંતસિંહ બ.નં.૧૫૫૬

(૫)આ.પો.કોન્સ ગોવિંદસિંહ દિપસિંહ બ.નં-૭૫૭

(૬) આ.પો.કો. જીગ્નેશકુમાર કનુભાઇ બ.નં-૮૪૪



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય