Vadodara PMJAY Scam : પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલોના ગોટાળા બહાર આવી રહ્યા છે એ સામે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગુજરાતની સાત હોસ્પિટલોની સામે તપાસ શરૂ કરતા ગેરરીતિ બહાર આવી છે. જેમાં વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં પણ ગેરરીતિ જણાઈ આવતા હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગમાં પ્રધાનમંત્રી આયુષ્યમાનની સેવા પર બ્રેક મારી ત્રણ મહિના સુધી ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
ગુજરાતીની અમદાવાદથી તો આતી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં કેરરીતિ ઝડપાયા બાદ અનેક હોસ્પિટલોની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં વડોદરા શહેરની કેટલીક હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો.