પીએમ મોદીને બે દિવસ અગાઉ ડોમિનિકાએ પોતાના દેશનો સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ પહેલીવાર નથી કે જયારે પીએમ મોદીએ કોઈ દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા હોય. આજ સુધી રેકોર્ડ 17 દેશ વડાપ્રધાન મોદીને સન્માનિત કરી ચુક્યા છે.
રશિયાએ પીએમ મોદીને વર્ષ-2019માં પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી પણ સન્માનિત કર્યા છે. પીએમ મોદીને ગત જુલાઈએ મૉસ્કોમાં પોતાના પ્રવાસ દરમ્યાન આ એવોર્ડ મળ્યો હતો. ભુટાને ડિસેમ્બર-2021માં પીએમ મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ સન્માન ઑર્ડફ ઑફ ધ ડૂક ગ્યાલપોથી સન્માનિત કર્યા. આ પુરસ્કાર માર્ચ-2024માં ભુટાનના તેઓના પ્રવાસ દરમિયાન એનાયત કરાયો હતો.
વર્ષ-2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અફઘાનિસ્તાન દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે સ્ટેટ ઑર્ડર ઑફ ગાઝી અમીર અમાનુલ્લા ખાનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બહેરિન દેશે પીએમ મોદીને વર્ષ-2019માં રાજા હમદ બિન ઈસા બિન સલમાન અલ ખલીફાથી કિંગ હમદ ઓર્ડર ઑફ ધ રિનેસાથી સન્માનિત કરાયા હતા. આ પ્રમુખ ખાડી દેશની સાથે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવાના તેઓના પ્રયાસોને માન્તા આપે છે. બહેરિનના પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય પીએમ મોદીને બહેરિનના રાજા સાથે મુલાકાત દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સાઉદી અરબમાં એપ્રિલ-2016માં સાઉદી અરબના પ્રવાસમાં પીએમ મોદીને સાઉદી અરબનો સર્વોચ્ચ એવોર્ડ કિંગ અબ્દુલ અજીજ સૈશથી સન્માનિત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર કિંગ સલમાન બિન અબ્દુલ અજીજે પ્રદાન કર્યો હતો.
વર્ષ-2019માં વડાપ્રધાન મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ જાયદ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જે ભારત અને યુએઈના ઘનિષ્ઠ સંબંધોનું પ્રમાણ છે. વર્ષ-2018માં પીએમ મોદીની પેલેસ્ટાઈનની ઐતિહાસિક મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પેલેસ્ટાઈનનું સર્વોચ્ચ સન્માન છે.
મે-2023માં પોર્ટ મોરેસ્બી, પાપુઆ ન્યૂ ગિની (PNG)ની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને PNGનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (GCL) એનાયત કરવામાં આવ્યો હતો. પીએનજીના ગવર્નર-જનરલ બોબ ડેડે સરકારી ગૃહમાં એક વિશેષ સમારોહમાં મોદીને એવોર્ડ અર્પણ કર્યો હતો.
પલાઉ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ-2023માં પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન
પલાઉ પ્રજાસત્તાકના પ્રમુખ સુરજેલ વ્હીપ્સ જુનિયરે વર્ષ-2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પલાઉ પરંપરામાં ઊંડાણપૂર્વક જડેલું એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સાધન અબકાલ પ્રસ્તુત કર્યું. અબકાલ નેતૃત્વ અને શાણપણનું પ્રતીક છે, જે પલાઉના લોકો માટે તેનું મહત્વ દર્શાવે છે.
13 જુલાઈ, 2023 ના રોજ, PM મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનની આગેવાની હેઠળના એક સમારોહમાં ફ્રાન્સના સર્વોચ્ચ પુરસ્કાર, ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.
મે-2023માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના વૈશ્વિક નેતૃત્વની માન્યતામાં વડાપ્રધાન સિતવેની રાબુકા દ્વારા ફિજીનું સર્વોચ્ચ સન્માન, કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી એનાયત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ-2023માં ઈજિપ્તનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ નાઇલ એનાયત કરવામાં આવ્યું હતું.
મે-2023માં ફિજી દેશનું સર્વોચ્ચ સન્માન પીએમ મોદીને એનાયત કરાયું હતું.