અમરેલીના જાફરાબાદમાં ધોળા દિવસે સિંહના આંટાફેરાથી લોકોમાં ગભરાહટ જોવા મળી હતી તો નેશનલ હાઈવે પર સિંહ લટાર મારતો દેખાયો છે.દુધાળામાં સિંહની લટારનો વીડિયો વાયરલ થયો છે અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનો વીડિયો છે,સિંહના આ રોડ પર અવાર-નવાર આંટા મારતો વીડિયો અગાઉ પણ વાયરલ થયો છે.
વિનામૂલ્યે પતંગિયા નિહાળી શકાશે
ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં પર્યટકો અને મુલાકાતીઓ માટે વન વિભાગે સુવિધાઓ વધારવાનો નિર્ણય કર્યો છે. અમરેલી જિલ્લાના ધારી શહેરથી 10 કિલોમીટર દૂર ખોડીયાર ડેમ પાસે આવેલ ધારી સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું છે. અહીં એક પરાગ વાહક પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ પાર્ક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિનામૂલ્યે પતંગિયા નિહાળી શકાશે.
ભાવનગર સુધી પહોંચ્યા સિંહ
ભાવનગરના લાકડીયા ગામનાં ડુંગરમાં માલધારીઓ પોતાના પશુઓને ચરાવવા માટે લઈને જતા હોય છે, પરંતુ સિંહોના સતત આટાફેરાને કારણે હવે તેઓ આ કાર્ય કરવા માટે પણ ડરી રહ્યા છે. સિંહના હુમલાના ભયને કારણે માલધારીઓ પોતાના પશુઓને સુરક્ષિત રીતે ચરાવવા જવાની હિંમત કરી શકતા નથી. હાલની ઘટનાને ધ્યાનમાં રાખીને, ફોરેસ્ટ વિભાગને સિંહ મારણની જાણ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરીને તેની ગતિવિધિઓ પર નજર રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પગલાં દ્વારા માનવ અને પશુઓને સુરક્ષિત કરવા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે.