વહેલી સવારે પવનનું જોર વધતા અબડાસાવાસીઓ ઠૂંઠવાયા
ગરમ વસ્ત્રોની બજારમાં ગરમી આવીઃ ઠંડીનું પ્રમાણ વધતા દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો, બજારમાં ચહલપહલ ઘટી
ભુજ: ગુજરાતમાં ઠંડીમાં મોખરે રહેતા નલિયામાં આ વર્ષે પણ લઘુતમ તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં પહોંચી ગયો છે પરિણામે શિયાળાની કડકડતી ઠંડીની અસર જનજીવન ઉપર પડી રહી છે. છેલ્લા બે દિવસથી માવઠા જેવું વાતાવરણ હોતા નલિયાના લોકો દિવસે પણ ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. ધોળા દિવસે નલિયામાં લોકો તાપણા કરવા મજબુર બન્યા છે.