31 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
31 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagar ડિવિઝનના લોકો પાયલોટે બે દિવસમાં 8 સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યાં

Bhavnagar ડિવિઝનના લોકો પાયલોટે બે દિવસમાં 8 સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યાં


ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 104 સિંહોના જીવ બચાવાયા છે.

લોકો પાયલોટે કરી જાણ

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, માશૂક અહમદે માહિતી આપી હતી કે 15.12.2024 (રવિવાર)ના રોજ લોકો પાયલટ ધવલભાઈ પી. (મુખ્ય મથક-સુરેન્દ્રનગર)એ કિમી 22/14-22/15 વચ્ચે રાજુલા સિટી-પીપાવાવ સેક્શનમાં 5 સિંહોને રેલવે ટ્રેક પાર કરતા જોયા તરત જ તેને ઈમરજન્સી બ્રેક લગાવીને હાપાથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડી ને રોકી દીધી હતી.તત્પશ્ચાત આ ઘટના સંદર્ભે ટ્રેન મેનેજર (ગાર્ડ) લોકેશ શાહ (હેડક્વાર્ટર-બોટાદ) લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી.

ગઈકાલે પણ સિંહને બચાવ્યા

ફોરેસ્ટ ગાર્ડે ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્થિતિ સામાન્ય જણાતાં તેને પ્રસ્થાનનો સંકેત આપ્યા, ત્યાર બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.14.12.2024 (શનિવાર) ના રોજ, લોકો પાયલટ સુનીલ પંડિત (મુખ્ય મથક-જૂનાગઢ)ને ચલાલા-ધારી સેક્શનમાં કિ.મી. 53/2-53/3 વચ્ચે એક સિંહણ બે બચ્ચા સાથે રેલવે ટ્રેક ક્રોસ કરતી જોવા મળી હતી ત્યારે લોકો પાયલટ દ્વારા પેસેન્જર ટ્રેન નં. 09292 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રેન મેનેજર (ગાર્ડ) શ્રી વિદ્યાનંદ કુમાર મુખ્યમથક-જૂનાગઢ) ને લોકો પાઇલટ દ્વારા જાણ કરવામાં આવી હતી.માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું કે સિંહો રેલવે ટ્રેક પરથી દૂર હટી ગયા હતા. ત્યારપછી જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જણાઈ ત્યારે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા લોકો પાઈલટને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું. ડિપાર્ચર સિગ્નલ મળ્યા બાદ, ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

09-12-2024ના રોજ પણ ટ્રેકની વચ્ચે આવ્યો એક સિંહ

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું કે આજે લોકો પાયલોટ વિવેક વર્મા (મુખ્ય મથક-સુરેન્દ્રનગર) અને વરિષ્ઠ સહાયક લોકો પાયલટ આશુતોષ મિશ્રા (મુખ્ય મથક-સુરેન્દ્રનગર)એ જ્યારે લીલીયા મોટા-સાવરકુંડલા સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક ઓળંગતા સિંહને જોયો ત્યારે હાપાથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકી દીધી હતી. એક સિંહે રેલવે ટ્રેક ઓળંગ્યા બાદ અન્ય ત્રણ સિંહોએ રેલવે ટ્રેક ક્રોસ કર્યો હતો.

03-10-2024ના રોજ પણ ટ્રેકની વચ્ચે આવ્યો એક સિંહ

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે 03 ઓક્ટોબર, 2024 (ગુરુવાર) ના રોજ લગભગ 18.00 કલાકે, લોકો પાયલટ બલીરામ કુમાર અને સહાયક લોકો પાયલટ શ્રી ચિંતન કુમાર કિ.મી. સં. 09/02 – 09/04 વચ્ચે જૂનાગઢ-બિલખા સેક્શનની વચ્ચે જ્યારે 01 સિંહને રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવામાં આવ્યો, ત્યારે પેસેન્જર ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલીને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી હતી.લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ ફોરેસ્ટ ગાર્ડ આવ્યા અને સિંહને ટ્રેક પરથી ખસેડાયા બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી મળતાં એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

19 સપ્ટેમ્બરે ટ્રેકની વચ્ચે આવ્યો એક સિંહ

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે 19 સપ્ટેમ્બર 2024 (ગુરુવારે) લગભગ સાંજે 6 કલાકે, લોકો પાયલટ ચંદન કુમાર (મુખ્ય મથક – જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ જગદીશ પ્રસાદ (મુખ્ય મથક – જૂનાગઢ) કિમી. 114/4 – 114/3 સણગીર-કાંસિયાનેશ સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક પર 01 સિંહ બેઠેલા જોવા મળ્યા ત્યારે પેસેન્જર ટ્રેન નંબર 06394 દેલવાડા-જૂનાગઢને ઈમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી.

08 ઓગસ્ટ 2024ના રોજ પણ બની હતી આવી જ ઘટના

લોકો પાયલોટ વિવેક વર્મા, હેડક્વાર્ટર સુરેન્દ્રનગર અને સહાયક લોકો પાયલોટ રાહુલ સોલંકી, હેડક્વાર્ટર બોટાદ, જ્યારે ગુડ્સ ટ્રેન નંબર PPSP/ ICDD D/S, પર પીપાવાવ–રાજુલા સેક્શનમાં કિ.મી. 21/8 પર 05.30 વાગ્યે કામ કરી રહ્યા હતા. તે વખતે ફોરેસ્ટ ટ્રેકરે લાલબત્તી બતાવી લાલબત્તીને જોઈને લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી હતી. ફોરેસ્ટ ટ્રેકર ભરતભાઈ અને ભોલાભાઈએ માહિતી આપી હતી કે રેલ્વે ટ્રેક પર 2 સિંહ બેઠા છે. થોડા સમય પછી, ફોરેસ્ટ ટ્રેકર તરફથી ટ્રેક ક્લિયર થવાના સંકેત મળ્યા બાદ, ટ્રેનને સાવચેતીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ ખસેડવામાં આવી હતી.

17 જૂન 2024ના રોજ પણ બની હતી આવી જ ઘટના

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા,વહેલી સવારે પીપાવાવ પોર્ટ નજીક રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતા 10 સિંહોને જોઇને ટ્રેનના લોકોપાયલોટે સમયસર ટ્રેનને બ્રેક મારીને સિંહોના એક ગ્રુપનો જીવ બચાવ્યો હતો.ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 17 જૂન, 2024ના રોજ સવારે, લોકોપાયલોટ મુકેશ કુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડ઼ી લઈ જતા હતા ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોયા અને તાત્કાલિક ઇમરજેન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી.

લોકો પાયલોટને અપાઈ છે સ્પેશિયલ સૂચના

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો જારી કરવામાં આવે છે. રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય