સુરત પાલિકા વિસ્તારમાં ભગવાનના ફોટા અને ખંડિત પ્રતિમાઓને જાહેર રસ્તા પર રઝળતી મુકાતી અટકાવવા માટે પાલિકાએ ખાસ અભિયાન શરુ કર્યું છે. લોકોની લાગણી દુભાતી અટકાવવા માટે પાલિકાએ સુંદર પ્રયાસ શરૂ કર્યો છે પરંતુ કેટલાક સુરતીઓને પાલિકાની આ કામગીરી ગળે ઉતરતી નથી. પાલિકાએ નવા ફોટાને જાહેરમાં ન મુકીને વોર્ડ ઓફિસ પર આપવા માટે જનજાગૃતિ માટે અનેક પ્રયાસ કર્યા છે અને પાલિકાએ જુના ભગવાનના ફોટા માટે વોર્ડ ઓફિસને કલેક્શન સેન્ટર બનાવ્યું છતાં લોકો જાહેર સ્થળોએ મંદિર અને ભગવાનના ફોટા મુકી અન્યોની લાગણી દુભાવી રહ્યાં છે.
સુરત પાલિકા દ્વારા ભગવાનના રઝળતા ફોટાને વિધિવત રીતે વિસર્જન કરવા માટેનો અનોખો પ્રયાસ શરુ કર્યો છે. આ પહેલા લોકો જાહેર રસ્તા, વડ-પીપળાના ઝાડ કે નહેર કિનારે ભગવાનના જુના ફોટા અને મંદિરો મુકી જતા હતા.