Sitting for too Long increase Risk : લાંબા સમય સુધી એક પોઝિશનમાં બેસવાની કે સૂવાની આદત તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે દિવસ દરમિયાન 10.6 કલાક કે તેથી વધુ સમય સુધી બેસી રહેવાથી હૃદયરોગથી મૃત્યુનું જોખમ વધી શકે છે, પછી ભલે તમે રોજ હળવી કસરત કરતાં હોવ.
મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સંશોધકોએ લગભગ 90 હજાર બ્રિટિશ લોકોના ફિટનેસ ટ્રેકર્સ પાસેથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ ડિવાઈસો સાત દિવસ સુધી તેમની પ્રવૃત્તિઓ રેકોર્ડ કરી હતી.