27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabadના દરિયાપુરમાં જુગારધામ પર દરોડા, PCBએ 11 જુગારીઓને જુગાર રમતા ઝડપ્યા

Ahmedabadના દરિયાપુરમાં જુગારધામ પર દરોડા, PCBએ 11 જુગારીઓને જુગાર રમતા ઝડપ્યા


અમદાવાદના દરિયાપુરના ચારવાડમાં ચાલતા જુગારધામ પર PCBએ દરોડા પાડ્યા છે. PCBએ 11 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપ્યા છે. આ જુગારધામ યુસુફ શેખ, ઝુબેર પટેલ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. PCBએ જુગારધામમાંથી કુલ 97,550 રોકડ, 11 મોબાઈલ, 6 વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આવેલા દરિયાપુરનાં ચારવાડમાં છેલ્લા કેટલાય સમયથી મકાનમાં ચાલતા જુગારધામ પર PCBએ બાતમીના આધારે દરોડા પાડવમાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન 11 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ જુગારધામમાં યુસુફ શેખ અને ઝુબેર પટેલ નામના આરોપીઓ ધમધોકાર જુગારધામ ચલાવતા હતા જાણે કોઇ પણનો ડર વગર PCBએ બાતમી મળતા જુગારધામ પર દરોડા પાડ્યા છે.

જુગારધામમાંથી માસ્ટર માઇન્ડ સહિત 1 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપ્યા છે. જુગારધામમાંથી PCBએ કુલ 97,550 રોકડ, 11 મોબાઈલ, 6 વાહનો મળી 16.58 લાખનો મુદ્દામાલ PCBએ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય