યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં ઘણા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPI દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. Paytm એક લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પણ છે, જ્યાં તમે સરળતાથી UPI પેમેન્ટ કરી શકો છો.
શું છે Paytmનું નવું ફિચર?
જો તમે Paytm વાપરો છો તો તમારા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમે PIN દાખલ કર્યા વગર પણ Paytm દ્વારા પૈસાની ચુકવણી કરી શકો છો. કંપનીએ એક નવું ફીચર ‘ઓટો ટોપ-અપ’ બહાર પાડ્યું છે, જેની મદદથી પિન નાખ્યા વગર જ પેમેન્ટ થઈ જશે. Paytmની પેરેન્ટ કંપની One97 Communications Limitedએ UPI Lite ઓટો ટોપ-અપ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફીચર દ્વારા તમે PIN નાખ્યા વગર જ UPI ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સુવિધા UPI યુઝર્સ માટે બહાર પાડવામાં આવી છે.
PIN વગર Paytm દ્વારા આ રીતે કરો ચૂકવણી
Paytm UPI Liteનો ઉપયોગ કરનારા યુઝર્સ તેમના UPI Lite બેલેન્સને આપમેળે રિચાર્જ કરી શકે છે. આ માટે તમે એક મર્યાદામાં રકમ નક્કી કરી શકો છો. ત્યારબાદ પિન નાખ્યા વગર જ 500 રૂપિયા સુધીની UPI ચુકવણી સરળથી કરી શકો છો. તમે Paytm UPI Lite દ્વારા એક દિવસમાં કુલ 2,000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકશો.
બેલેન્સ ઓટોમેટિક એડ થઈ જશે
UPI લાઈટમાં ટોપ-અપ ફીચરનો ફાયદો એ છે કે તમારે Paytm UPI લાઈટમાં બેલેન્સ ઉમેરવા માટે વારંવાર મહેનત કરવી પડશે નહીં. આ સુવિધા ઓટોમેટિક તમારા Paytm UPI Lite બેલેન્સમાં પૈસા ઉમેરશે. જો તમે આ સુવિધાને એક્ટિવ કરો છો તો જ્યારે પણ તમારું બેલેન્સ ઓછું થશે, ત્યારે તમારા બેન્ક ખાતામાંથી પૈસા આપમેળે UPI લાઈટમાં જમા થઈ જશે પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે UPI લાઇટમાં 2,000 રૂપિયાથી વધુની રકમ જમા થઈ શકતી નથી. આ સિવાય તમે તમારા બેન્ક ખાતામાંથી UPI લાઈટમાં દિવસમાં માત્ર પાંચ વખત પૈસા જમા કરી શકો છો.