Matangi Temple Bhavnagar : સમગ્ર ગુજરાત રાજયમાં એકમાત્ર ભાવનગરમાં આવેલા મોઢ સમાજના કુળદેવી માતંગી માતાજીના મંદિરમાં આગામી તા.10 મીએ યોજાનાર 24 માં પાટોત્સવ અવસરે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી નિશુલ્ક અખંડ યજ્ઞા યોજાશે. જેમાં નાત જાતના ભેદભાવ વગર તમામ ભાવીકો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે આહૂતિ અપાશે. તેમજ ભાવિકો શીખર સ્નાનનો પણ ધર્મલાભ લઈને ધન્યતા અનુભવશે.
વિદ્યા અને કલાની દેવી ગણાતા માતંગી માતાજીના સમગ્ર ગુજરાત રાજયમાં 10થી વધુ સ્થળોએ માઈ મંદિર આવેલા છે.