– આ ફિલ્મ પણ સીધી ઓટીટી પર આવશેે
– રોમાન્ટિક કોમેડી જોનરનું શૂટિંગ આ મહિનામાં જ શરુ થઈ જશે
મુંબઇ : પરિણિતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે તેનાં ગત સપ્ટેમ્બર-૨૦૨૩માં થયેલાં લગ્ન બાદ હવે પહેલી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનામાં જ શરુ થવાનું છે.
પરિણિતીએ અગાઉ ગયાં વર્ષે ઓગસ્ટમાં ‘મિશન રાણીગંજ’ માટે શૂટિંગ કર્યું હતું. તે પછી તેણે કેમેરાનો સામનો કર્યો નથી. તેની ઓટીટી પર રીલિઝ થયેલી ફિલ્મ ‘અમરસિંઘ ચમકિલા’ આ પહેલાં જ તૈયાર થઈ ચૂકી હતી.
જોકે, આ ફિલ્મ તેના લગ્ન પછી રીલિઝ થઈ હતી અને તેમાં પરિણિતીની ભૂમિકાનાં વખાણ થયાં હતાં.
આ નવી ફિલ્મ પણ સીધી ઓટીટી પર રીલિઝ થવાની છે. આ ફિલ્મ ધુ્રવ ત્રિપાઠીનાં દિગ્દર્શન હેઠળ બનવાની છે. ધુ્રવ ત્રિપાઠીની અનેક શોર્ટ ફિલ્મ્સ દેશવિદેશના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં વખણાઈ ચૂકી છે.