સુરતમાં DEO દ્વારા 100 ખાનગીશાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો. DEOના પ્રવેશ રદના નિર્ણયથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. નારાજ વાલીઓની ફરિયાદ છે કે RTE નિયમનો ભંગ કરી કાર્યવાહી કરાઈ છે. આ મુદે એક અધિકારીએ જણાવ્યું કે ખાનગી શાળાઓની રજૂઆત બાદ જ કચેરી તરફથી પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે વાલીઓની ફરિયાદ છે કે RTE નિયમનો ભંગ કરી કાર્યવાહી કરાઈ છે.વાલીઓ RTE હેઠળના પ્રવેશ રદને HCમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.
વાલીઓમાં રોષ
શહેરમાં ખાનગીશાળાના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા. RTE એક્ટ 2009 હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અધવચ્ચે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો. 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાતા વાલીઓએ ન્યાયની રજૂઆત કરી.વાલીઓએ DEOના નિર્ણયને વખોડતા મનમાનીભર્યું વલણ ગણાવ્યું. DEO દ્વારા શૈક્ષણિક વર્ષના મધ્યે અચાનક પ્રવેશ રદની કામગીરીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાયોના પણ વાલીઓએ આરોપ લગાવ્યો. રોષે ભરાયેલ એક વાલીએ કહ્યું કે DEOના નિર્ણયથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થશે . આજે જ્યારે આગામી સમયમાં વર્ષની મુખ્ય પરીક્ષાઓ થવાની છે ત્યારે પ્રવેશ રદનો નિર્ણય વિદ્યાર્થી અને વાલીઓ માટે વધુ સમસ્યારૂપ બનશે.
DEOના પ્રવેશ રદના નિર્ણય સામે વાલીઓમાં નારાજગી જોવા મળી. વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થનાર વાલીઓ સંગઠિત થશે અને કાયદાકીય લડત આપવાની તૈયારીમાં છે. રોષે ભરાયેલા વાલીઓ કાયદાકીય રીતે હાઇકોર્ટમાં રીટ-પિટીશન કરશે. આ મામલે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ખાનગી શાળાઓ દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને લઈને રજૂઆત કરાઈ હતી.
DEOની સ્પષ્ટતા
જેના બાદ DEO દ્વારા કાર્યવાહી કરાતા વાલીઓના ડોક્યુમેન્ટ્સની પુનઃ ચકાસણી કરાઈ હતી. આ મામલે DEO દ્વારા વાલીઓની સુનાવણી રાખવામાં આવી હતી. દસ્તાવેજોની ચકાસણીમાં વાલીઓની આવકમાં વધારો થયો હોવાનું સામે આવ્યું. અને જેના બાદ DEO દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.