જાંબુઘોડા પોલીસે ગત તા.22 ઓગસ્ટના રોજ એક થાર ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે ગાડીનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે 3 મહિનાથી વોન્ટેડ બુટલેગરને આખરે ઝબાણ ગામેથી ઝડપી લીધો હતો.
જાંબુઘોડા પોલીસે ગત ઓગસ્ટ માસમાં ઝબાણ ગામ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ત્યાંથી પસાર થતાં ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડી દોડાવી મૂકી હતી. જેનો પીછો કરતાં બુટલેગરે પોલીસને લગભગ 50થી 60 કિ.મી. દોડાવ્યા બાદ છેક વાઘોડિયાના કંબોઈ ગામમાં કાર મૂકીને ભાગી ગયો હતો. પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી રૂા.5,84,120નો મુદામાલ જપ્ત કરી અનિલ પોપટ રાઠવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેને 3 મહિના બાદ ઝબાણ ગામે તેના ઘરેથી ઝડપી પાડી કોર્ટમાં હાજર કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.