26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાપાદરામાં પોલીસની હત્યાનો પ્રયાસ કરનાર બૂટલેગર ભાવેશને સજા

પાદરામાં પોલીસની હત્યાનો પ્રયાસ કરનાર બૂટલેગર ભાવેશને સજા


પાદરા તા.૨૫

પાદરાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલને પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાના અને જાનથી મારી નાખવાના હુમલાના વર્ષ ૨૦૨૦માં થયેલા કેસમાં કોર્ટે સાત વર્ષની સખત કેદ તથા પચાસ હજાર રૃપિયાનો દંડ અને દંડ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી  હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સન ૨૦૨૦માં ભાવેશ ઉર્ફે ચંદ્રકાંત પટેલ પોતાની કારમાં દારૃ ભરી લઈને આવે છે તેવી માહિતી પાદરા પોલીસને મળી હતી જે બાતમી આધારે પાદરા પોલીસ સ્ટાફના માણસો તેની વોચમાં હતા ત્યારે પાદરા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યોગેશ પુરોહિતે લાલુ ઉર્ફે  ભાવેશની ગાડીને રોકવાનો પ્રયત્ન કરતા ભાવેશે કોન્સ્ટેબલ યોગેશ ઉપર દારૃ ભરેલી કાર ચડાવી દીધી હતી.

આ ઘટનામાં યોગેશને પગમાં ઈજાઓ થતા તે અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઇ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય