Operation Gangajal, Gujarat : ગુજરાત સહિત દેશભરમાં ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડવા માટે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કર્યું છે. આ દરમિયાન રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના પાંચ ભ્રષ્ટાચારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત કરીને ઘરે બેસાડી દીધા છે.
રાજ્ય સરકારના ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ અત્યારસુધીમાં રાજ્યના 25થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : PMJAY યોજનાની નવી SOP બનાવાશે, કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ આપી સૂચના