વિદેશી દારૂની ૨૩૯ બોટલ, કાર અને મોબાઈલ ફોન સહીત કુલ ૨.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ગાંધીધામ: અંજારનાં મેઘપર કુંભારડીમાં આવેલી સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી પોલીસે વિદેશી દારૂની ૨૩૯ બોટલો સાથે કાર માલિકને ઝડપી પાડયો હતો. જ્યારે તેનો સાગીરથ પોલીસને હાથ આવ્યો ન હતો. પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન સહીત કુલ ૨.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.