– ઓરેન્જ એલર્ટ વચ્ચે રાતભર છવાયેલો રહ્યો વરસાદી માહોલ
– સિહોર-ગારિયાધાર-પાલિતાણામાં પોણો ઈંચ પાણી પડયું, વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર અને જેસરમાં ઝાપટાં પડયા
ભાવનગર : ગોહિલવાડમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે રાતભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. જેના પરિણામે ઘોઘામાં વધુ દોઢ ઈંચ જ્યારે તળાજા અને મહુવામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો, તો સિહોર, ગારિયાધાર અને પાલિતાણામાં પોણો-પોણો ઈંચ પાણી પડયું હતું. આ સાથે જિલ્લાના ૧૦ તાલુકામાં મહુવામાં સિઝનનો અત્યાર સુધીનો ૪૧ ઈંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે ભાવનગર જિલ્લાનો સરેરાશ વરસાદ ૨૮ ઈંચ નોંધાયો છે.
ગઈ કાલ તા. ૨૬ના રોજ રાત્રીના ૮થી સવારના ૬ કલાક દરમિયાન વલ્લભીપુરમાં ૬ મિ.મી., ઉમરાળા અને ભાવનગરમાં ૯-૯ મિ.મી., ઘોઘામાં ૩૬ મિ.મી., સિહોરમાં ૧૪ મિ.મી., ગારિયાધારમાં ૧૨ મિ.મી., પાલિતાણામાં ૧૮ મિ.મી., તળાજામાં ૧૯ મિ.મી., મહુવામાં ૯ મિ.મી., જેસરમાં ૫ મિ.મી. વરસાદ પડયો હતો. જ્યારે આજે સવારે ૬થી રાત્રીના ૮ વાગ્યા સુધીમાં સિહોરમાં ૨ મિ.મી., ગારિયાધારમાં ૪ મિ.મી., તળાજામાં ૩ મિ.મી. અને મહુવામાં ૧૭ મિ.મી. પાણી પડયું હતું. જ્યારે વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, પાલિતાણા અને જેસરમાં મેઘવિરામ રહ્યો હતો.
આ સાથે સિઝનનો અત્યાર સુધીનો વલ્લભીપુરમાં ૭૨૬ મિ.મી., ઉમરાળામાં ૫૯૪ મિ.મી., ભાવનગરમાં ૬૯૧ મિ.મી., ઘોઘામાં ૭૧૦ મિ.મી., સિહોરમાં ૮૬૫ મિ.મી., ગારિયાધારમાં ૭૦૭ મિ.મી., પાલિતાણામાં ૬૩૬ મિ.મી., તળાજામાં ૬૫૩ મિ.મી., મહુવામાં ૧૦૨૮ મિ.મી. અને જેસરમાં ૪૬૫ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે.