– શહેરમાં જાહેર સ્થળો અને સર્કલો નજીક મંડપો નખાશે
– ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને સૌ કોઈ પતંગપર્વની મોજ માણવામાં વ્યસ્તઃ રેડીમેઈડ ઉંધીયુ, પુરી મંગાવવાનો ક્રેઝ
ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલ તા.૧૪ જાન્યુઆરીને મંગળવારે મકર સંક્રાતિ પર્વની ઉજવણી કરવામાં આવશે. આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુમાં એકબાજુ ચોતરફ લીલાછમ્મ શાકભાજી છુટથી વેચાતા હોય છે ત્યારે ઉત્તરાયણના પર્વે ચોમેર અગાશી,ધાબાઓમાં ઉંધીયાની મિજબાની જામશે. એક અંદાજ મુજબ આ પર્વે હજજારો કિલો ઉંધીયુ સ્વાદરસીકો ટેસથી ઝાપટી જશે.