– બેઠકમાં તમામ વિભાગીય અધિકારીઓ સામે કાર્યવાહીનો નિર્ણય થતાં મિનિટ્સમાં વિલંબની ચર્ચા
– મિનિટ્સ બહાર પડતાં આખરી નિર્ણય માટે હવે બોર્ડ ઓફ મેન્જમેન્ટની બેઠક મળશે : અધિકારીઓ રજા પર હોવાથી વિલંબ થયાનો તંત્રનો બચાવ
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ચરમસીમાનું અધિકારીરાજ ચાલી રહ્યું હોય તેમ નવનિયુક્ત સભ્યોની હાજરીમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે લીધેલાં આક્રમક નિર્ણયોને અમલવારીનું સ્વરૂપ આપતી મિનિટ્સ યુનિ.એ ૧૨ દિવસ બાદ બહાર પાડી છે. જો કે, નવા કાયદા મુજબ એક્ઝિકયુટિવ કાઉન્સિલની આ મિનિટ્સ બહાર પડયા બાદ હવે આખરી નિર્ણય અર્થે બોર્ડ ઓફ મેન્જમેન્ટની બેઠકમાં થશે.જો કે, મિનિટ્સ બહાર પડવામાં વિલંબના કારણ હવે બોર્ડ ઓફ મેન્જમેન્ટની બેઠક મળવામાં વિલંબ થાય તેવી શક્યતાનું સર્જન થયું છે.