કેટલાક કિસ્સાઓ જ્યારે સામે આવે છે ત્યારે લાગે છે કે શું ખરેખર માનવતા મરી પરવારી છે. બહેરા તંત્ર સામે કોઇ મુશ્કેલીમાં હોય તે વાત સંભળાતી નથી. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં ઓડિશા રાજ્યની એક 70 વર્ષિય મહિલા દિવ્યાંગ છે અને પોતાના પગે ચાલી શકે કે ઉભા થઇ શકે તેમ નથી. આ મહિલા પોતાનુ પેન્શન મેળવવા માટે કાદવ કીચ્ચડવાળી ગલીમાંથી હાથ પર ચાલીને રીતસર ઘસડાતા ઘસડાતા પેન્શન લેવા જવા મજબૂર છે.
ઓડિશાના કેઓંઝર જિલ્લામાં એક ચોંકાવનારી તસવીર જોવા મળી હતી
ઓડિશાના કેઓંઝર જિલ્લામાં એક ચોંકાવનારી તસવીર જોવા મળી હતી. અહીં એક 70 વર્ષીય મહિલાને વૃદ્ધાવસ્થા પેન્શન મેળવવા માટે તેના ઘરથી પંચાયત ઓફિસ સુધી લગભગ બે કિલોમીટરનું અંતર કાપવું પડ્યું. બીમાર મહિલાની ઓળખ પથુરી દેહુરી તરીકે થઈ છે, જે રાયસુઆન ગ્રામ પંચાયતના રહેવાસી છે, જે ચાલી શકતી નથી. વૃદ્ધ મહિલા પોતાની આજીવિકા માટે પેન્શન પર નિર્ભર છે અને તેની મદદ કરવાવાળું કોઈ નથી.
ઓડિશામાં 70 વર્ષિય મહિલાનો વીડિયો વાયરલ
દેહુરી ગામના રસ્તા પર રીતસરની ઘસડાતી મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી લોકો સ્થાનિક પ્રશાસનની ટીકા કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે અધિકારીઓને વૃદ્ધો અને વિકલાંગ લાભાર્થીઓનું પેન્શન તેમના ઘરઆંગણે પહોંચાડવા માટે સૂચનાઓ જાહેર કરી હતી. જો કે, દેહુરીએ જણાવ્યું હતું કે પંચાયતના અધિકારીએ તેમને તેમનું માસિક પેન્શન લેવા માટે ઑફિસમાં જવા કહ્યું હતું અને શનિવારે ત્યાં પહોંચવા માટે તેમણે આ રીતે ઘસડાતા જવું પડ્યું હતું. જેના કારણે તેને પગ, ઘૂંટણ અને હાથ પર ફોલ્લાઓ પડી ગયા હતા. ચામડી છોલાઇ ગઇ હતી.
મુખ્યમંત્રીના ગૃહ જિલ્લામાં પંચાયત કચેરી આવે છે
સંબંધિત ગ્રામ પંચાયત ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીના ગૃહ જિલ્લા કેઓંઝરના ટેલકોઈ બ્લોક હેઠળ આવે છે. Telkoi બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) પીડિતાએ જણાવ્યુ કે વૃદ્ધાવસ્થા પેન્શન અગાઉ તેમના બેંક ખાતામાં મોકલવામાં આવ્યું હતું. જો કે, જ્યારે તેણી બીમાર પડી અને બેંકમાં જઈ શકતી ન હતી, ત્યારે સ્થાનિક વહીવટીતંત્રે પેન્શનને હાથોહાથ આપવાનું શરૂ કર્યું.
દિવ્યાંગ મહિલા પેન્શન માટે ઘસડાતા જવા મજબૂર
હવે પંચાયત વિસ્તરણ અધિકારીને વૃદ્ધાવસ્થા પેન્શન આપવા માટે દર મહિને દેહુરીના ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. બીડીઓએ કહ્યું કે તેમને વ્હીલચેર પણ આપવામાં આવી છે. રાયસુઆનના સરપંચ બગુન ચંપિયાએ જણાવ્યું કે નાગરિક પુરવઠા સહાયક દેહુરીને તેમના ઘરે રાશન આપશે.
પથુરીએ કહ્યું, પંચાયત એક્ઝિક્યુટિવ ઓફિસર (PEO) એ મને પેન્શન લેવા માટે ઓફિસ આવવા કહ્યું અને મને મદદ કરવા માટે કોઈ ન હતું, મને પંચાયત ઓફિસ સુધી પહોંચવા માટે 2 કિમી ચાલવું પડ્યું મારા માટે મદદ કરે તેવુ કોઇ નથી.