વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોના દિશાહીન વહીવટના કારણે વિદ્યાર્થીઓને સહન કરવાનું આવી રહ્યું છે.નવી શિક્ષણ નીતિ હેઠળ યુનિવર્સિટી સત્તાધીશોએ પહેલા એફવાયમાં એક પણ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને એસવાયમાં પ્રવેશ નહીં આપવાનું નક્કી કર્યું હતું.એ પછી આ નિયમમાં ફેરફાર કરીને એફવાયમાં ૪૪ થી ૨૮ ની વચ્ચે ક્રેડિટ મેળવનાર વિદ્યાર્થીઓને એસવાયમાં એટીકેટી સાથે પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો હતો.