Gandhidham News | ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થઈ ગયા બાદ શહેરના માર્ગો પહોળા બને અને દબાણોને હટાવાય તે માટે ગાંધીધામ અને આદિપુરમાં 3000થી વધુ લોકોને દબાણ સ્વેછાએ હટાવી લેવા નોટિસ આપી હતી. જે સમયમર્યાદામાં નહીં હટાવવામાં આવે તો મનપા દબાણ હટાવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જે અંતર્ગત હવે ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી આરંભી છે.
આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સંજય રામાનુજ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામ મનપા માં અત્યાર સુધી લગભગ 3000થી વધુ દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. મનપા માં આવતા વિસ્તારો પૈકીના ગાંધીધામ શહેર અને આદિપુર શહેરમાં આ નોટિસો હાલે અપાઈ છે.