લિવિંગ નોસ્ટ્રાડેમસ તરીકે જાણીતા બ્રાઝિલના એથોસ સાલોમે આવનાર વર્ષ 2025 માટે તેમની આગાહીઓની યાદી બહાર પાડી છે. જેમાં ડિજિટલ વિનાશ એટલે કે AI નું અતિક્રમણ , બનાવટી માનવો અને બહારની દુનિયાના પ્રાણીઓનું અસ્તિત્વ સહિત સાત ડરામણી આગાહીઓનો સમાવેશ થાય છે.
2025 ની શરૂઆતને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે લિવિંગ નોસ્ટ્રાડેમસના નામથી પ્રખ્યાત બ્રાઝિલના એથોસ સાલોમે નવા વર્ષ માટે કેટલીક એવી આગાહીઓ કરી છે. જે સાચી સાબિત થાય તો વર્ષ 2025 એક ઐતિહાસિક અને પરિવર્તનકારી વળાંક બની શકે છે. તેમની આગાહીઓ માનવતા, ટેકનોલોજી અને સમાજમાં ઊંડા ફેરફારો તરફ નિર્દેશ કરે છે.
34 વર્ષીય એથોસ સાલોમની સરખામણી 16મી સદીના થઈ ગયેલા મહાન ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસ સાથે કરવામાં આવી છે. જેમની સદીઓ જૂની ભવિષ્યવાણીઓ તેમના મૃત્યુ પછી પણ ચર્ચામાં છે. નોંધનીય છે કે સાલોમે કહ્યું હતું કે કોવિડ જેવી મહામારી ફેલાશે, યુક્રેનમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળશે અને તેણે બ્રિટનની રાણી એલિઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી. જે સાચી પડી છે. હવે લિવિંગ નોસ્ટ્રાડેમસે વર્ષ 2025 માટે તેની આગાહીઓની સંપૂર્ણ યાદી બહાર પાડી છે, જેમાં ડિજિટલ વિનાશ એટલે કે AI દ્વારા ટેકઓવર, સંશોધિત બનાવટી મનુષ્યો અને અલૌકિક જીવોનો સમાવેશ થાય છે. આગાહી તરફ એક નજર..
જિનેટિકલી મોડીફાઈડ હ્યુમન્સ : અલાઈવ નોસ્ટ્રાડેમસ માને છે કે સમય આવી ગયો છે જ્યારે માનવતા એક નવી દિશામાં આગળ વધશે, જ્યાં આનુવંશિક રીતે સંશોધિત મનુષ્યો બનાવવામાં આવશે. આ પરિવર્તન એશિયામાં બાયોટેકનોલોજીમાં ઝડપી પ્રગતિ જોશે. જે માનવતા માટે નૈતિક અને સામાજિક પ્રશ્નો ઉભા કરી શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કબજો જમાવી લેશે : સલોમના મતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વર્ષ 2025માં તેની ટોચ પર હશે અને સંપૂર્ણ સ્વાયત્તતા પ્રાપ્ત કરશે. એઆઈ એવા ક્ષેત્રોમાં પણ નિર્ણયો લઈ શકશે જે માનવોના નિયંત્રણમાં હતા. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે શું મનુષ્ય AIને નિયંત્રિત કરી શકશે.
એલિયન્સનું અસ્તિત્વ! : સાલોમે દાવો કર્યો છે કે એલિયન્સના અસ્તિત્વ વિશે સત્તાવાર જાહેરાત 2025 માં કરવામાં આવશે. આ પૃથ્વી પર એલિયન જીવનના ચિહ્નો, મંગળ પર સુક્ષ્મસજીવોના પુરાવા અથવા અન્ય સંસ્કૃતિના અસ્તિત્વને જાહેર કરી શકે છે.
ઉર્જાની કટોકટી સર્જાશે : તેમણે એવી પણ આગાહી કરી છે કે 2025 સુધીમાં વૈશ્વિક ઉર્જા કટોકટી ઊભી થઈ શકે છે, જેનો ઉપયોગ મોટા દેશો તેમની શક્તિ વધારવા માટે કરશે. આ ઉર્જા સંકટની સૌથી વધુ અસર વિકાસશીલ દેશો પર પડશે.
ચિપ્સ દ્વારા મનુષ્યોને નિયંત્રિત કરાશે : સલોમ કહે છે કે ભવિષ્યમાં સ્વાસ્થ્ય અને સલામતી સુધારવાના નામે માણસોની ત્વચામાં ચિપ્સ ઈમ્પ્લાન્ટ(ફિટ) કરવામાં આવશે. સરકારો તેનો ઉપયોગ વસ્તીને નિયંત્રિત કરવા અને અસંમતિને દબાવવા માટે કરી શકે છે. તેમના મતે કોવિડ જેવી મહામારી પછી આ ટેક્નોલોજીએ લોકોની માનસિકતા તૈયાર કરી છે.
માનવસર્જિત આપત્તિઓ ઊભી થશે : સાલોમે ચેતવણી આપી હતી કે આબોહવા પરિવર્તનનો ઉપયોગ શસ્ત્ર તરીકે થઈ શકે છે. ઉદાહરણ તરીકે ભૂસ્તરશાસ્ત્રીય ઇજનેરીનો ઉપયોગ દુષ્કાળ અને બિનમોસમી તોફાનો બનાવવા માટે કરવામાં આવશે.
ગુપ્ત મિલિટરી ઓપરેશન્સ : અંતે, તેમણે કહ્યું કે 2025 માં ગુપ્ત લશ્કરી થાણા અને લશ્કરી ટેકનોલોજી જાહેર થશે, જેનાથી એકબીજા પ્રત્યે વિરોધની લહેરો ઊભી થશે.