27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabadમાં NIAનું મેગા ઓપરેશન, મસ્જિદ અને મદરેસાને ફેંદી વળાઈ

Ahmedabadમાં NIAનું મેગા ઓપરેશન, મસ્જિદ અને મદરેસાને ફેંદી વળાઈ


અમદાવાદ ગ્રામ્યમાં NIAનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતુ વહેલી સવારથી આ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતુ,જૈશ-એ- મોહમ્મદ મોડ્યુલને લઇને NIAની તપાસ ચાલી રહી છે,વહેલી સવારે 4 વાગે NIAએ રેડ કરી હતી તો NIAની ટીમ જરૂરી ડોક્યુમેન્ટ લઈને નીકળી ગઈ છે,આ તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ સાથે જોડાઇ છે.એક શંકાસ્પદ વ્યક્તિને લઇ તપાસ કરાઈ રહી છે,તો બીજી તરફ આદિલ વેપારી નામના શંકાસ્પદ વ્યક્તિની તપાસ થઈ રહી છે.

આદિલ વેપારી ચેખલા ગામે મદરેશામાં કામ કરે છે

આદિલ વેપારી એ ચેખલા ગામે મદરેસામાં કામ કરી રહ્યો છે અને તે ઓનલાઇન કટ્ટરપંથી જૂથનો સભ્ય છે.જૈશ-એ- મોહમ્મદ મોડ્યુલને લઇને NIAની તપાસ ચાલી રહી છે,મસ્જિદ અને મદરેસામાંથી જરૂરી પુરાવાઓ અને ડોકયુમેન્ટ પણ એનઆઈએ લીધુ છે.ત્યારે હજી એનઆઈએએ કોઈ મોટો ખુલાસો કર્યો નથી,અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ આ મામલે કંઈ કહેવા તૈયાર નથી પણ તપાસમાં જરૂર કંઈક નીકળશે તેવી આશા પોલીસને અને એનઆઈએને લાગી રહી છે.

અન્ય 19 સ્થળે પણ તપાસ ચાલુ છે

એનઆઇએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. ઉચ્ચ અધિકારીઓના મતે, આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ તેમની નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયાનો ભાગ છે.

અગાઉ પણ માનવ તસ્કરીને લઈ રાજયભરમા હતા દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ માનવ તસ્કરી સંબંધિત એક કેસમાં 6 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગને પકડવા માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આમાં મોટું નેટવર્ક સામેલ હોવાની શક્યતા છે.આ નેટવર્ક યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને તસ્કરી કરે છે. આ પછી, તેઓ સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા નકલી કોલ સેન્ટર્સમાં કામ કરવા માટે મજબૂર કરે છે. બિહારના ગોપાલગંજમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય