ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ડગ બ્રેસવેલ પર એક મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે કોકેઈનનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું છે અને આ કારણોસર તેના પર એક મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
34 વર્ષીય બોલર આ વર્ષે જાન્યુઆરીમાં સેન્ટ્રલ સ્ટેગ્સ અને વેલિંગ્ટન વચ્ચે રમાયેલી T20 મેચ બાદ પ્રતિબંધિત પદાર્થનું સેવન કરતા ઝડપાયો હતો. તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બ્રેસવેલે તે મેચમાં 21 રનમાં 2 વિકેટ લીધી હતી અને બેટિંગ કરતી વખતે પણ માત્ર 11 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ જાણવા મળ્યું હતું કે તેને ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આ પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. આ કારણોસર, તેના પર કોઈ મોટો પ્રતિબંધ લાદવામાં આવ્યો ન હતો. આ સિવાય બ્રેસવેલે આ પ્રતિબંધિત પદાર્થને રોકવા માટે સારવાર કાર્યક્રમમાં પણ ભાગ લીધો છે.
ડગ બ્રેસવેલનો પૂર્ણ થઈ ચૂક્યો છે પ્રતિબંધ
ડગ બ્રેસવેલનો એક મહિનાનો પ્રતિબંધ એપ્રિલ 2024 પર બેકડેટેડ કરવામાં આવ્યો હતો અને તેથી તેની સજા પૂર્ણ થઈ ચૂકી છે. આવી પરિસ્થિતિમાં તે આગળ રમી શકે છે. જો આપણે ડબ બ્રેસવેલના કરિયરની વાત કરીએ તો અત્યાર સુધી તેણે પોતાના કરિયરમાં ન્યૂઝીલેન્ડ માટે 28 ટેસ્ટ, 21 વનડે અને 20 ટી20 મેચ રમી છે. બ્રેસવેલે ટેસ્ટ મેચમાં 74 વિકેટ લીધી હતી. વનડેમાં 26 અને T20 ઈન્ટરનેશનલમાં 20 વિકેટ લીધી. તેને માર્ચ 2023માં ન્યૂઝીલેન્ડ માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
ડગ બ્રેસવેલ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો રહી ચૂક્યો છે ભાગ
તમને જણાવી દઈએ કે ડબ બ્રેસવેલ આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. તે IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો. પરંતુ તેને તેના કરિયરમાં માત્ર એક જ મેચ રમવાની તક મળી છે. તે IPL 2012માં RCB સામે દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. તે મેચમાં તેને 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પછી તે IPLમાં જોવા મળ્યો ન હતો.