New Flat For Gujarat MLA : પાટનગર ગાંધીનગરમાં કાર્યરત 1061 પોલીસ કર્મીઓ પોતાના માટે આવાસની રાહ જુએ છે, જ્યારે ધારાસભ્યો માટે લાખો રૂપિયાના ખર્ચે નવા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ હાલ ગાંધીનગર પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતના પોલીસ કર્મચારીઓ, જેઓ ગાંધીનગરમાં VIP સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તેમને વર્ષોથી પોતાના આવાસ માટે પ્રતીક્ષા કરવી પડી રહી છે, પણ હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં જ છે.
બીજી બાજુ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે નવા આરામદાયક ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના ધારાસભ્યો માટે ગાંધીનગરના સેક્ટર 17માં તૈયાર થઈ રહેલા લક્ઝુરિયસ 3BHK ફ્લેટોના પ્રોજેક્ટનો ખર્ચ વધીને 310 કરોડ રૂપિયા થઈ ગયો છે.