દેશના બિહાર રાજ્યમાં અત્યારે ઘણી નદીઓ ભયજનક સપાટી કરતાં ઉપર ગાંડીતૂર થઈને વહી રહી છે. ઘણી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેનાથી બિહારમાં આવેલા 13 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી લોકોની સ્થિતિ અત્યંત ખરાબ છે. આ બધું પાડોશી દેશ નેપાળમાં ભારે વરસાદને લીધે થયું છે. નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ ખાબકી રહ્યો છે. આવામાં નેપાળમાં વરસાદ થવાથી બિહારમાં પૂર શા માટે આવે છે? જાણીએ….
બિહારમાં પૂરનું નેપાળથી શું કનેશન છે?
નેપાળમાં ભારે વરસાદ ખાબકતા બિહારમાં પૂર એટલા માટે આવે છે કારણ કે, બિહારનો મેદાની વિસ્તાર નેપાળ સાથે જોડાયેલા છે. કોસી, ગંડક, બુઢી, કમલા બલાન, બાગમતી સહિત ઘણી નદીઓ નેપાલથી વહેતી આવીને બિહારમાં આવે છે. જ્યારે નેપાળમાં વરસાદ થા. તો ત્યાંની નદીઓનું પાણી બિહારમાં આવવા લાગે છે. નેપાળમાં આસરે સાત નદીઓ કોસી સાથે મળે છે. જે બિહારમાં દર વર્ષે વિનાશ વેરતી હોય છે. આ કારણે કોસીને બિહારનો શોક પણ કહેવામાં આવે છે. બિહારનું પૂર્વી ચંપારણ, પશ્ચિમી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપોલ, અરરિયા, કિશનગંજ જિલ્લા નેપાળને અડીને આવેલા છે. અત્યારે આ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. અહીં પણ નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ભરાયા છે.