– આજનો 24 ડિસેમ્બરનો દિવસ અંતરિક્ષ સંશોધનનો સુવર્ણ દિન હશે : સાયન્સ-ટેકનોલોજીનું ગૌરવ હશે
– 6, નવેમ્બરે શુક્ર નજીકથી પસાર થઇને 4,30,000 કિ.મી.ની અતિ પ્રચંડ ગતિએ સૂર્ય તરફ ઉડયું : સ્પેસ વેધરની સચોટ આગાહી થઇ શકશે : અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમા આવતીકાલ 24, ડિસેમ્બરનો દિવસસુવર્ણ અક્ષરે લખાશે
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ને એવી ઉત્સાહસભર જાહેરાત કરી છે કે અમારું અત્યાધુનિક ટેકનોલોજીવાળું પાર્કર સોલાર પ્રોબ (પીએસપી) આવતીકાલે ઐતિહાસિક દિવસે ભારતીય સમય પ્રમાણે સાંજે આશરે સાડા પાંચ વાગ્યે સૂર્યની સપાટીથી ૩,૮૬૦૦૦ માઇલના સૌથી નજીકના અંતરે પહોંચી જશે.