33 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
33 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમદાવાદનારાયણ સાંઈએ જોધપુરમાં જેલમાં પિતા આસારામને મળવા ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, સરકારે...

નારાયણ સાંઈએ જોધપુરમાં જેલમાં પિતા આસારામને મળવા ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, સરકારે કર્યો વિરોધ | Narayan Sai has filed application in Gujarat High Court to meet Asaram in Jodhpur jail



Narayan Sai wanted to meet Asaram : જોધપુર જેલમાં કેદ આસારામની મુલાકાત કરવા માટે સુરતની જેલમાં કેદ રહેલા નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી થઈ હતી. તેવામાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાવીને અરજીનો વિરોધ કર્યો હતો. 

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક લવ જેહાદ : ‘જીયાદે’ જીગર બનીને કચ્છની યુવતીને ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

સુરતથી જોધપુર વિમાન મારફતે જવા-આવવા માટે નારાયણ સાંઈએ ખર્ચ ચૂકવવા સહિતની તૈયારી બતાવી હતી, ત્યારે જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત સારી ન હોવાથી નારાયણ સાંઈએ એક દિવસ જેલમાં મુલાકાત કરવા અરજી કરીને માગ કરી. જ્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસ જાપ્તામાં હવાઈ મુસાફરી મારફતે લાજપોર જેલથી જોધપુર જેલ જવાની વાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘વરસાદને કારણે થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવો’, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર

જેને લઈને લાજપોર જેલથી જોધપુર જેલ જવા-આવવાનો ખર્ચ અને પોલીસ જાપ્તા સહિતની બાબતોને લઈ સચિન પોલીસ મથકે 10 લાખ જમા કરાવવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે, પિતાના મળવાની નારાયણ સાંઈની અરજીને લઈને આવતીકાલે હાઈકોર્ટ દ્વારા વિસ્તૃતમાં લેખિત આદેશ કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય