– બાળકીએ ઘરે જઈ રડતાં-રડતાં આપવીતી જણાવતાં માતા ચોંકી ઉઠી
– જિલ્લા પોલીસ વડાએ જુદી જુદી ટીમ બનાવી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો : આજે કોર્ટમાં રજૂ કરાશે
ભાવનગર : ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતાં નરાધમે પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બનાવની ગંભીરતાને લઈ વરતેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડયો હતો.
બનાવ અંગે પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત વિગત એવી છે કે, શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતાં અજય પરમાર નામને શખ્સે ગત મંગળવારના રોજ બપોરના સુમારે એક પાંચ વર્ષિય બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા લઈ ગયો હતો.