27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSuratમાં પાંચ છોકરીઓની છેડતી કરનાર આરોપી નઈમુદ્દીનનો જાહેરમાં નીકાળ્યો વરઘોડો

Suratમાં પાંચ છોકરીઓની છેડતી કરનાર આરોપી નઈમુદ્દીનનો જાહેરમાં નીકાળ્યો વરઘોડો


સુરતમાં છેડતીના આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢયું છે,આરોપી નઈમુદ્દીનનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે.અને પોલીસે સરેજાહેર બજારમાં માફી મંગાવી છે,5 છોકરીને અડપલાં કર્યાની આરોપી કબૂલાત કરી છે,તો 700થી વધુ CCTVની તપાસ બાદ આરોપી પોલીસના હાથે ઝડપાયો છે.પોલીસની 5 જેટલી ટીમો શોધખોળમાં લાગી હતી અને આરોપીને ઝડપી પાડયો છે.

ઉધનામાં બાળકી સાથે છેડતી કરતો

આરોપી ઉધનામાં બાળકી સાથે છેડતી કરતો હતો અને ત્રણ તરૂણીની છેડતી કરનારો આરોપી પકડાયો છે આરોપી નઈમુદ્દીનનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે.સરેજાહેર બજારમાં જાહેરમાં આરોપીની માફી મંગાવવામાં આવી છે,આરોપી ચાલી પણ શકતો નથી તેવા હાલ પોલીસે કર્યા છે અને લોકોએ જાહેરમાં પોલીસના વખાણ કર્યા છે.ગઈકાલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આજે પોલીસે તેનો વરઘોડો કાઢયો છે.પોલીસનો દંડો એવો ચાલ્યો કે અન્ય આરોપીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પોલીસે સીસીટીવી પણ તપાસ્યા

CCTVની જે વિગતો સામે આવી હતી તેના આધારે વધારે ટીમ બનાવીને તપાસ હાથધરી હતી. 60થી વધુ પોલીસકર્મીઓની બનાવી હતી. ઉધના પોલીસની સર્વેલન્સની ટીમ ઉપરાંત સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ આ બધા ભેગા થઈ ટીમો અલગ અલગ જગ્યાએ જઈને અમે 700થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ત્યાર બાદ આરોપીની ધરપકડ થઈ. અમે આરોપીથી 24 કલાક પાછળ હતા. પરંતુ અમે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથધરી હતી.

ગઈકાલે કાપોદ્રામાં પણ પોલીસે કાઢયો વરઘોડો

સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. કાપોદ્રાના વલ્લભનગરમાં છેલ્લા 20 વર્ષથી બોગસ ડોક્ટર 10 બાય 10ની દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો. કાપોદ્રા પોલીસે ક્લિનક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. પોતાના જ વિસ્તારના અને જેની પાસેથી દવા લેતા હતા. તે ડોક્ટર બોગસ હોવાની સામે આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય