State Level Kabaddi Player Death In Surat : સુરતના પાલ વિસ્તારમાં સ્ટેટ લેવલ કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય હાલતામાં મોત થતા ચકચાર મચી છે. 25 વર્ષીય યુવક જીમમાંથી ઘરે પરત ફર્યો અને સોફા પર બેઠા બાદ ઢળી પડ્યો હતો. જ્યારે પરિવારે સાંજે ઘરે આવીને જોયું તો દીકરો મૃત હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારે પોતાના દીકરાને ગુમાવતા ઘરમાં શોક છવાયો. પોલીસે ગુનો નોંધીને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.