30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતપાલિકાના નેચર પાર્ક-એક્વેરિયમ ગોપી તળાવમાં એક લાખથી વધુ મુલાકાતી આવ્યા, પાલિકાની આવકમાં...

પાલિકાના નેચર પાર્ક-એક્વેરિયમ ગોપી તળાવમાં એક લાખથી વધુ મુલાકાતી આવ્યા, પાલિકાની આવકમાં વધારો | municipal nature park aquarium gopi lake received more than one lakh visitors increasing the income


સુરતમાં દિવાળી વેકેશન પુરુ થાય તે પહેલાં પાલિકાના સરથાણા નેચર પાર્ક અને એક્વેરિયમ સુરતીઓ માટે મનોરંજનના હોટ ફેવરીટ ડેસ્ટિનેશન બની ગયા  છે. અને દિવાળી વેકેસનના પહેલાં પાંચ દિવસમાં જ પાલિકાના હરવા ફરવાના સ્થળે લોકોની ભીડ ઉમટી હતી. પાલિકાના સરથાણા નેચર  પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને પાલિકાને દસ લાખથી વધુની આવક થઈ છે. 

પાલિકાના નેચર પાર્ક-એક્વેરિયમ ગોપી તળાવમાં એક લાખથી વધુ મુલાકાતી આવ્યા, પાલિકાની આવકમાં વધારો 2 - image

સુરતમાં દિવાળી વેકેશનમાં સુરતને કર્મભુમી બનાવીને રહેતા  અન્ય શહેરના કે અન્ય રાજ્યના લોકો પોતાના વતન તરફ ની વાટ પકડે છે.  તો બીજી તરફ અનેક સુરતીઓ ગુજરાત, ભારત કે વિદેશ પ્રવાસે ઉપડી જતા હોય છે.  પરંતુ સુરતમાં વેકેશન દરમિયાન રહેતા સુરતીઓ ખાણીપીણી સાથે સાથે વેકેશનની ઉજવણી માટે સરથાણા પાલિકાનો નેચર પાર્ક અને પાલ ખાતે આવેલું એક્વેરિયમ એન્જોયમેન્ટ નું ડેસ્ટિનેશન બની જાય છે. 

પાલિકાના નેચર પાર્ક-એક્વેરિયમ ગોપી તળાવમાં એક લાખથી વધુ મુલાકાતી આવ્યા, પાલિકાની આવકમાં વધારો 3 - image

દિવાળી વેકેશનના પહેલાં ચાર-પાંચ દિવસમાં જ સુભાષચંદ્ર બોઝ એક્વેરિયમ માં દસ હજાર જેટલા મુલાકાતીઓ આવતા પાલિકાને 84 લાખ જેટલી આવક થઈ હતી. તો બીજી તરફ સરથાણાના  નેચર પાર્કમાં 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીમાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા જેના કારણે પાલિાકને 10 લાખથી વધુની આવક થઈ હતી.    

પાલિકાના નેચર પાર્ક-એક્વેરિયમ ગોપી તળાવમાં એક લાખથી વધુ મુલાકાતી આવ્યા, પાલિકાની આવકમાં વધારો 4 - image



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય