બોલિવૂડ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા સ્વરા ભાસ્કર વિવાદોમાં ઘેરાયેલી છે. શનિવારે અભિનેત્રી તેના પતિ અને NCP (શરદ પવાર) ઉમેદવાર ફ્હાદ અહમદ સાથે મૌલાના સજ્જાદ નોમાનીને મળી હતી.
આ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર આવી ત્યારથી સ્વરા ટ્રોલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે મૌલાના સજ્જાદ નોમાની મહિલા શિક્ષણનો વિરોધ કરવા માટે જાણીતા છે. આ જ કારણ છે કે ઈન્ટરનેટ યુઝર્સ મૌલાના સજ્જાદ નોમાનીની ટીકા કરી રહ્યા છે. તેમના મતે માતા-પિતા માટે તેમની દીકરીઓને દેખરેખ વિના શાળા કે કોલેજમાં મોકલવી ‘હરામ’ છે. આવા નિવેદન આપનાર મૌલાના સ્વરાને મળવાને નેટીઝન્સ પસંદ નથી કરી રહ્યા. નેટીઝન્સે અભિનેત્રીની આકરી ટીકા કરી છે. તેઓએ મહિલા અધિકારો પ્રત્યે અભિનેત્રીની પ્રતિબદ્ધતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઘણા લોકોએ સ્વરા ભાસ્કર પર દંભનો આરોપ લગાવ્યો છે. સ્વરાના પતિ ફ્હાદ અહેમદે પોતાના એક્સ હેન્ડલ પર મૌલાના સજ્જાદ નોમાની સાથેની મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સ્વરા સલવાર સૂટમાં જોવા મળી રહી છે અને તેણે દુપટ્ટાથી માથું ઢાંકેલું છે. જ્યારે, ફ્હાદ સફેદ રંગનો કુર્તા પાયજામા પહેરેલો જોવા મળે છે. બંને ઊભા છે જ્યારે મૌલાના તેમની ખુરશી પર બેઠા છે, મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણીમાં સ્વરાના પતિ ફ્હાદ એનસીપી (શરદ પવાર)ની ટિકિટ પર આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. NCP (શરદ પવાર) એ તેમને મુંબઈની અણુશક્તિ નગર સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ફ્હાદનો સામનો એનસીપી (અજિત પવાર)ના સના મલિક સાથે થશે.