31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશMukesh Ambani: બદ્રીનાથ-કેદારનાથના શરણે મુકેશ અંબાણી, આટલા કરોડનું આપ્યું દાન

Mukesh Ambani: બદ્રીનાથ-કેદારનાથના શરણે મુકેશ અંબાણી, આટલા કરોડનું આપ્યું દાન


ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે આજે ઉત્તરાખંડના બે મુખ્ય તીર્થસ્થળો શ્રી બદ્રીનાથ ધામ અને શ્રી કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી.આ ધાર્મિક યાત્રા દરમિયાન તેમણે બંને ધામો માટે તેમનો આદર વ્યક્ત કર્યો અને 5 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

બદ્રીનાથના દર્શન કર્યા 

ચારધામ યાત્રામાંથી એક એવા બદ્રીનાથ ધામએ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ભગવાન વિષ્ણનું નિવાસ સ્થાન ગણાય છે. ત્યારે મુકેશ અંબાણી આજે સવારે બદ્રીનાથ મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પૂજારીઓ અને ભક્તોએ તેમનું સ્વાગત કર્યું હતું. . મુકેશ અંબાણીએ ધાર્મિક વિધિ કરી અને દેશની સમૃદ્ધિ, શાંતિ અને સુખ માટે ભગવાન બદ્રીવિશાલને પ્રાર્થના કરી હતી.

કેદારનાથના દર્શન કર્યા 

બદ્રીનાથ ધામની મુલાકાત લીધા બાદ મુકેશ અંબાણીએ શ્રી કેદારનાથ ધામની યાત્રા કરી હતી. શ્રી કેદારનાથ ધામ એ ભગવાન શિવનું મુખ્ય તીર્થસ્થાન છે અને ઉત્તરાખંડના ચાર ધામોમાંનું એક છે. આ ધામ હિમાલયની ઉંચાઈઓ પર આવેલું છે અને ધાર્મિક આસ્થા તેમજ કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. મુકેશ અંબાણીએ પણ અહીં ભગવાન શિવની પૂજા કરી હતી અને પવિત્ર સ્થળના ધાર્મિક મહત્વને અંજલિ આપી હતી.

BKTC પ્રમુખે સ્વાગત કર્યું 

બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે શ્રી કેદારનાથ ધામમાં મુકેશ અંબાણીને આવકાર્યા હતા. તેમણે કહ્યું કે મુકેશ અંબાણીના આવવાથી ધામનું મહત્વ વધુ વધી ગયું છે. તેમના પરિવાર વતી, અંબાણીએ બંને મંદિરોને 5 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે, જેનો ઉપયોગ મંદિરોના વિકાસ અને તેમની સુવિધાઓમાં સુધારો કરવા માટે કરવામાં આવશે. બીકેટીસીના ચેરમેને અંબાણીના ઉદાર યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેને બંને તીર્થસ્થળોના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.


યાત્રાળુઓ માટે અંબાણીનો ખાસ સંદેશ

મુકેશ અંબાણીની આ યાત્રા તેમની ઊંડી ધાર્મિક આસ્થા અને આસ્થાને દર્શાવે છે. આ અવસર પર અંબાણીએ કહ્યું કે ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક આસ્થા દેશની વાસ્તવિક તાકાત છે. તેમણે કહ્યું કે બદ્રીનાથ અને કેદારનાથ જેવા ધામો માત્ર ધાર્મિક સ્થળો જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક પણ છે. તેમણે તમામ શ્રદ્ધાળુઓને આ યાત્રાધામોની પવિત્રતા જાળવવામાં સહકાર આપવા અપીલ પણ કરી હતી.

મંદિરોની વિકાસ યોજનાઓમાં ખર્ચ કરવામાં આવશે

મુકેશ અંબાણીએ આપેલી 5 કરોડ રૂપિયાની રકમ મંદિરોની વિકાસ યોજનાઓમાં ખર્ચવામાં આવશે. જેમાં ધામના પુનઃનિર્માણ, યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં સુધારો, સુરક્ષા વ્યવસ્થા અને ધામની સ્વચ્છતા જાળવવાનું કામ સામેલ હશે. આ બંને ધામોની સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મુલાકાત લેતા હોય છે અને આ દાન યાત્રાળુઓને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય