– કોરિયન ફ્લેગના એલએનજી યોગ જહાજમાં જીપીસીબીનું 6 કલાક ઈન્સ્પેક્શન ચાલ્યું
– પ્લાયવુડ પેકેજિંગમાં પર્લાઈટનો જથ્થો મળી આવ્યો, જીપીસીબી દ્વારા આજે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાય તેવી ધારણાં
ભાવનગર : અલંગ પોતાની આખરી સફરે આવેલા કોરિયન ફ્લેગના એલએનજી યોંગ નામના જહાજમાં જોખમી કચરો હોવાની સંભાવનાને પગલે એજન્સીઓ સતર્ક બની હતી અને આજે જીપીસીબી દ્વારા આજે અલંગ આવેલા શિપમાં ૬ કલાક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઈન્સ્પેક્શનમાં શિપમાં પ્લાઈવુડ પેકેજીંગમાં ૫૦૦ મેટ્રિક ટનથી વધુ પર્લાઈટનો જથ્થો રાખેલો હોવાનું એજન્સીના ધ્યાને આવ્યું છે. જાણવા મળતી વિગતો પ્રમાણે આજે જીપીસીબીનું ઈન્સ્પેક્શન પૂર્ણ થયાં બાદ આવતીકાલે મંજુરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.