જેમ જેમ મોબાઈલ જૂનો થવા લાગે છે તેમ તેમ ફોનનું પરફોર્મન્સ પણ ધીમુ થવા લાગે છે. ઘણીવાર ફોન વારંવાર હેંગ થવા લાગે છે. સ્માર્ટફોન હેંગ થવાને કારણે ફોનને ઓપરેટ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે કેટલીક વાર ફોન એવી રીતે બંધ થઇ જાય છે કે કંઇપણ બેકઅપ થતું નથી. ફોન હેંગ થવાથી દરેક વ્યક્તિ પરેશાન છે, પરંતુ જો તમે થોડી સમજણ બતાવો તો આ સમસ્યા દૂર થઈ શકે છે.
મોબાઈલ હેંગ સોલ્યુશન શોધતા પહેલા તમારે સમજવું પડશે કે ફોનમાં હેંગ જેવી સમસ્યા શા માટે થાય છે, ફોન શા માટે વારંવાર અટકે છે? જો તમે આ કારણોને સમજી લેશો તો આગલી વખતે તમારે આવી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે.
સ્ટોરેજ સમસ્યા
જ્યારે ફોનનું ઈન્ટરનલ સ્ટોરેજ કે રેમ ભરાઈ જાય છે, ત્યારે મોબાઈલને તમારા કોઈપણ આદેશને પ્રોસેસ કરવામાં મુશ્કેલી થવા લાગે છે. એટલું જ નહીં, એપ્સ ધીમી ગતિએ કામ કરે છે અને કેટલીકવાર એપ્સ ક્રેશ થવા પણ લાગે છે. એટલે કે મોબાઇલ ફોનનું સ્ટોરેજ ફુલ થતા અટકાવો.
એપ્લિકેશન અપડેટ
ઘણી વખત એપ ડેવલપર્સ દ્વારા ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાં એપ અપડેટ્સ બહાર પાડવામાં આવે છે, પરંતુ અમે એપ ડાઉનલોડ કર્યા પછી તેના પર ધ્યાન આપવાનું પણ જરૂરી નથી માનતા. જૂના વર્ઝનમાં કોઈ પ્રકારની બગ અથવા સમસ્યા હોય ત્યારે એપ ડેવલપર્સ કોઈપણ એપના અપડેટને રોલ આઉટ કરે છે. ઘણી વખત તમે ઉપયોગ કરી રહ્યાં છો તે જૂના વર્ઝનમાં બગને કારણે ફોન હેંગ થવા લાગે છે, આવી સ્થિતિમાં એપ્સને અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે.
બેકગ્રાઉન્ડ એપ્લિકેશન્સ
જો ફોનમાં રેમ ઓછી હોય અને તમે બેકગ્રાઉન્ડમાં એક સાથે ઘણી એપ્સ ઓપન રાખી હોય તો બેકગ્રાઉન્ડમાં કામ કરતી આ એપ્સને કારણે ફોનનું પરફોર્મન્સ ઓછું થવા લાગે છે અને ક્યારેક ફોન હેંગ પણ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે એપ્સને બેકગ્રાઉન્ડમાંથી દૂર કરવાની સલાહ આપવામાં આવે છે . કે એપ્સની તમારે હાલ કોઇ જરૂર નથી.