મિસ યુનિવર્સ 2024ની જાહેરાત કરવામાં આવી છે. ડેનમાર્કની 21 વર્ષીય વિક્ટોરિયા કેજેર થિલ્વિગે આ ખિતાબ જીત્યો છે. વિક્ટોરિયા પોતાના દેશ માટે મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ વ્યક્તિ છે. તેમના અદભૂત પ્રદર્શન અને જવાબોએ જજોને પ્રભાવિત કર્યા. પ
મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન પ્રથમ રનર અપ રહી હતી. નાઈજીરીયાની Cnidimma Adetshina એ સેકન્ડ રનર અપનું સ્થાન હાંસલ કર્યું હતું. વિક્ટોરિયા સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચામાં છે. ફેન્સ તેની બુદ્ધિ અને સુંદરતાના દિવાના થઈ રહ્યા છે. યુઝર્સે તેની સફળતાને પ્રેરણાદાયી ગણાવી છે.
કોણ છે વિક્ટોરિયા, જાણો તેણે ક્યારે શરૂ કરી તેની સફર
21 વર્ષની વિક્ટોરિયા વ્યવસાયે એન્ટરપ્રેન્યોર, ડાન્સર અને બ્યુટી ક્વીન છે. તે ડેનમાર્કમાં મોટી થઈ છે. તેમની પાસે બિઝનેસ અને માર્કેટિંગમાં ડિગ્રી છે. તેણે મિસ ડેનમાર્ક સ્પર્ધા સાથે સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. 2022 માં, જ્યારે તેણે મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલમાં ટોપ 20 માં સ્થાન મેળવ્યું, ત્યારે તેણે વૈશ્વિક ખ્યાતિ મેળવવાનું શરૂ કર્યું. વિક્ટોરિયા ડોલ જેવી લાગે છે, તેથી જ ફેન્સ તેને પ્રેમથી ‘હ્યુમન બાર્બી’ કહે છે. સપ્ટેમ્બર 2024માં તે મિસ યુનિવર્સ ડેનમાર્કની વિજેતા બની હતી.
જીતી ન શકી રિયા સિંઘા
મિસ યુનિવર્સ 2024 ની ટોપ 12 બ્યૂટીમાં લેટિન અમેરિકન સ્પર્ધકોનું વર્ચસ્વ હતું. પછી, જેમ જેમ સ્પર્ધા વધતી ગઈ તેમ તેમ ડેનમાર્ક, મેક્સિકો, નાઈજીરીયા, થાઈલેન્ડ અને વેનેઝુએલાના સ્પર્ધકો ટોપ 5માં બાજી મારી. મિસ યુનિવર્સ 2024થી ભારત નિરાશ થયું હતું. આ સ્પર્ધામાં દેશની રિયા સિંઘાએ ભાગ લીધો હતો. પ્રારંભિક રાઉન્ડ ક્લિયર કર્યા પછી તે આગળ વધી શકી નહીં. રિયા ફાઈનલ 12 સ્પર્ધકોમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી.
રિયા 19 વર્ષની છે. મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 જીતીને તે ચર્ચામાં આવી હતી. તે ગુજરાતની રહેવાસી છે. તે મિસ ટીન અર્થ 2023 અને મિસ દિવા ટીન ગુજરાત 2020 ની વિજેતા પણ રહી છે. રિયાએ ભલે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો ન હોય, પરંતુ તેણે આટલી નાની ઉંમરમાં ખ્યાતિ મેળવી છે. તેની કારકિર્દી હમણાં જ શરૂ થઈ છે. ફેન્સને આશા છે કે તે તેની કારકિર્દીમાં ખૂબ જ ઉંચાઈએ પહોંચશે.