મહેસાણા જિલ્લામાં શિયાળાની ઠંડીમા વધારા સાથે સાથે રવિ સીઝનના વાવેતરમા પણ વધારો નોંધાયો હતો. સિઝનની શરૂઆતના ત્રીજા સપ્તાહ સુધી જિલ્લામા 48065 હેકટરમા વાવેતર થયું હતુ. તો આ વાવેતર પૈકી સૌથી વધારે મહેસાણા તાલુકામા વાવેતર નોંધાયું હતુ.
શિયાળાની શરૂઆત સાથેજ મહેસાણા જિલ્લામા રવી સીઝનના કૃષિ પાકોના વાવેતરનો પ્રારંભ કરાયો હતો. દિવાળી બાદ ત્રીજા અઠવાડિયામા રાયડાનું 17673 તો ઘઉંનું 9320 જયારે વરિયાળીનુ 1560 હેક્ટરમા વાવેતર કરવામાં આવ્યુ છે. જિલ્લામાં શિયાળાની ઠંડીમા વધારો થતા જ ખેડૂતો દ્વારા પણ રવી વાવેતરની પુર જોશમા શરૂઆત કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામા સારો વરસાદ થવાથી ખરીફ્ પાકોનું શારૂ ઉત્પાદન થવા પામ્યું છે.તો ખરીફ્ બાદ રવી સીઝનની શરૂઆત થતી હોય છે. દિવાળીના તહેવાર પૂર્ણ થતાજ ખેડૂતો રવી વાવેતરમા લાગ્યા હતા.જિલ્લાના મહેસાણા, વિસનગર, ખેરાલુ, વડનગર, સતલાસણા, ઊંઝા, વિજાપુર, કડી, બેચરાજી તેમજ જોટાણા તાલુકામા દિવાળી બાદ ધીરે ધીરે શિયાળાની ઠંડીમા વધારો થવાથી ખેડૂતો વાવેતરમા જોતરાયા હતા.
જિલ્લાના તમામ દશ તાલુકામા નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહથી વાવેતર શરૂ કરવામાં આવ્યુ હતુ.જેમાં ત્રીજા અઠવાડિયા સુધી સૌથી વધુ મહેસાણા તાલુકામા 9358 હેકટરમા વાવેતર થયું છે.તો સૌથી ઓછું જોટાણા તાલુકામા 2301 હેકટરમા રવી વાવેતર થયું છે.જોકે મહેસાણા જિલ્લામા ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે.ત્યારે ઘઉં,રાયડો,વરિયાળી,મકાઈ,બટાટા, તમાકુ સહીત પાકોના વાવેતરમા ભારે વધારો નોંધાઈ શકે છે.હાલમાં ખેડૂતો દ્વારા જિલ્લામાં રાયડો, ઘઉં, વરિયાળી, તમાકુ સહીત વિવિધ કૃષિ પાકોના વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.