35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsana: જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનું ધાબું પડયું

Mehsana: જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનું ધાબું પડયું


મહેસાણા શહેર સ્થિત રાજમહેલ કેમ્પસમા આવેલી આયોજન કચેરીની બાજુમા આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમમી કચેરીનુ ધાબુ રાત્રીના સમયે ધરાસાઈ થયું હતુ. જોકે રાત્રે બનેલી ઘટના તથા શનિવાર અને રવિવારની રજા હોય મોટી દુર્ઘટના ટળી હતી.

 આ બાબતની જાણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને થતા તેઓ ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તો આર.એન્ડ.બી.વિભાગને જાણ કરીને કચેરીમાંથી કાટમાળ બહાર ખસેડવા કામ શરૂ કરાવ્યું હતુ. મહેસાણા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજના સમયે વરસાદનું આગમન થઇ રહ્યું છે. શહેરમા ત્રણ દિવસથી સાંજના સમયે વરસી રહેલા વરસાદ પગલે કેટલીય જૂની ઇમારતો પડવાના વાંકે ઉભી રહી છે.જેમાં શહેરના રાજમહેલ કેમ્પસમાં આવેલ આયોજન કચેરીને અડીને આવેલી જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીના સ્ટોર રૂમનુ ધાબુ શનિવાર રાત્રે એકાએક પડયું હતુ.આ ધાબુ પડતા સ્ટોર રૂમમા રહેલા ટેબલ સહિત સામાનને નુકશાન થયું હતુ.આ અંગેની જાણ મહેસાણા બાળ સુરક્ષા અધિકારીને થતા તેઓએ મહેસાણા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ આર.એન્ડબી.અધિકારીને જાણ કરી હતી.જે પગલે અધિકારીઓ સ્થળ પર દોડી આવી નુકશાનનો તાગ મેળવ્યો હતો.જોકે રાત્રે બનેલી ઘટના પગલે જાનહાની ટળી હતી.

સ્ટોર રૂમનું ધાબું પડયું

આ અંગે મહેસાણા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કે.બી.વાણીયાના જણાવ્યા મુજબ રાત્રીના સમયે પડેલા વરસાદ દરમિયાન કચેરીના સ્ટોર રૂમનું ધાબુ બેસી ગયું હતુ, જોકે કોઈ મોટુ નુકશાન થયું નથી. રાત્રીના સમયે ઘટેલી ઘટનાથી જાનહાની ટળી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય