રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નિમણૂક પણ કરવામાં આવી છે. મહેસાણામાં નોડલ અધિકારીની નિમણૂક કરાઇ છે. વડનગર,ખેરાલુમાં, વિજાપુરમાં નોડલ અધિકારીની નિમણૂક કરીને આચારસંહિતાથી ચૂંટણી સબંધિત કામગીરી કરશે.
રાજ્યમાં 27 ટકા OBC અનામતને આધારે બેઠકો ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ચૂંટણી આયોગ દ્વારા 15 દિવસમાં મતદારની યાદી જાહેર કરવામાં આવે તેવુ પણ માનવામાં આવ્યુ છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા નિમણૂક કરાઈ છે. વડનગર,ખેરાલુ અને વિજાપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે નોડલ અધિકારીની નિમણૂક કરાઇ છે. નોડલ અધિકારીઓને આચારસંહિતાથી માંડીને ચૂંટણી સબંધિત કામગીરી હાથ ધરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નિમણૂક
- મહેસાણામાં નોડલ અધિકારીની નિમણૂક
- જિલ્લા ચૂંટણી અધિકારી, કલેકટરે કરી નિમણૂક
- વડનગર,ખેરાલુ માં નોડલ અધિકારીની નિમણૂક
- વિજાપુરમાં નોડલ અધિકારીની કરી નિમણૂક
- આચારસંહિતાથી ચૂંટણી સબંધિત કામગીરી કરશે
યોજાઈ શકે છે સ્થાનિક સ્વારાજની ચૂંટણી
રાજ્યમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચડી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં અગાઉ ઓબીસી સમાજ માટે 10 ટકા બેઠકો અનામત હતી, જે નિવૃત્ત જજ કે.એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને 27 ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટ માં રાજ્ય સરકારે કરેલી છે. ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણ સ્તરે 52 ટકા અને શહેરી ક્ષેત્રે 46.43 ટકા ઓબીસી સમાજની વસ્તી છે.
ઓબીસી સમાજ માટે અનામત બેઠક જિલ્લા પંચાયતોમાં
ઓબીસી સમાજ માટે અનામત બેઠક જિલ્લા પંચાયતોમાં 105 થી વધીને 229, 248 તાલુકા પંચાયતોમાં 506 થી વધીને 1085, રાજ્યની કુલ 14,562 ગ્રામ પંચાયતોમાં 12,750થી વધીને 25,347 અને એ જ રીતે નગરપાલિકાઓ પણ મોટા પ્રમાણમાં વધી છે. સૂત્રો એવું કહે છે કે, લોકસભાની ચૂંટણી પછી રાજ્ય ચૂંટણી પંચ બે મહિનામાં નવી મતદાર યાદી તૈયાર કરવાની તથા અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂર્ણ કરી દીદી છે તો ચૂંટણી માટે સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.