ગણપત યુનિવર્સિટીના ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્મસી દ્વારા તાજેતરમાં એક રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. જેનો વિષય હતો ઈન્ટિગ્રેટિવ એપ્રોચીસ ટુ હેલ્થ : ન્યુટ્રાસ્યુટિકલ્સ એન્ડ સિમ્બાયોટિક રિલેશનશીપ ઈન બાયોટેક એન્ડ રિસર્ચ આ બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારના આયોજનમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનનો પણ સહયોગ મળ્યો હતો.
આ સેમિનારનું ઉદ્ઘાટન ડૉ.નરેન્દ્ર ભટ્ટ, યુકે લંડનના એક જાણીતા સંશોધક વૈદ્ય અશ્વિન બારોટ, ગણપત યુનિવર્સિટીના પ્રો.વાઈસ ચાન્સેલર ડૉ.સત્યેન પરીખ, ફાર્મસી ફેકલ્ટીના એક્ઝિક્યુટીવ ડીન પ્રો..ડૉ.પી.સી.ભારડિયા, પ્રિન્સિપાલ ડૉ.સંજીવ આચાર્ય, ફાર્મા વિભાગના વડા અને સમિનારના સંયોજક ડૉ.નિકુંજના પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.સત્યેન પરીખે વ્યવસાયિક વિકાસમાં આવા સેમિનારનું મહત્વ સમજાવ્યું હતું અને આવા કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા સહભાગીઓને પ્રેરિત કર્યા હતા. ડૉ.નરેન્દ્ર પટેલે તેમના મંતવ્યમાં કહ્યું હતું કે, આયુર્વેદમાં પોષણનો અર્થ માત્ર ખોરાક લેવો તે જ નથી હતો તે શરીર, મન અને આત્માને પણ પોષણ આપે છે તે છે. તેમણે આર્યુવેદની મૂળભૂત બાબતો અને જીવનશૈલીમાં તેનું મહત્વ પણ સમજાવ્વ્યું હતું. 90 જેટલા સ્પર્ધકોએ આ બે દિવસની સેમિનારમાં ભાગ લીધો હતો.
ગ્રીસના એથેન્સ શહેરના હોલિસ્ટિક હેલ્થ સેન્ટર, આઈઆઈટી, ગાંધીનગર, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, નિરમા યુનિ. તેમજ મેટિયોરિક બાયોફાર્માસ્યુટિકલ્સ પ્રા.લિ.ના જાણીતા સંશોધકો દ્વારા આઠ અલગ અલગ વિષયો પર વિદ્વતાપૂર્ણ વક્તવ્યો રજૂ કરાયા હતા. 45 જેટલા રિસર્ચ પેપર પણ સ્પર્ધામાં પ્રેઝન્ટ કર્યા હતા. ગણપત યુનિ.ના પ્રેસિડેન્ટ અને પેટ્રન ઈન ચિફ પદ્મશ્રી ગણપતભાઈ, યુનિ.ના પ્રો.ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.ડૉ.મહેન્દ્ર શર્મા, યુનિ.ના પ્રો.વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ.આર.કે.પટેલે આયોજકોના પ્રયાસોની ભારે સરાહના કરી અને શુભકામનાઓ પાઠવી હતી.