મહેસાણા ખાતે આવેલ એબી પટેલ ટાવરની એક દુકાનમાં રાત્રીના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં કુરિયરની ઓફ્સિમાં આગ લાગી હોઈ પાર્સલ બળી જવા પામ્યા હતા. જ્યારે આગ લાગ્યાની જાણ થતાં મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
મહેસાણા મોઢેરા ચોકડી પાસે આવેલ એબી પટેલ ટાવરમાં બી28 નંબરની મારુતિ એર કુરિયર નામની દુકાનમાં રાત્રીના સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. નવરાત્રિને કારણે લોકોની અવરજવર હોઈ આગ અંગેની જાણ મહેસાણા નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર ટીમ દ્વારા સ્થળ પર આવી 2,000 લીટર પાણીનો મારો ચલાવી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે કુરિયર ઓફીસ સંચાલકના કહેવા મુજબ તેમને રાત્રે તેમની ઓફ્સિમાં આગ લાગી હોવાની જાણ થતાં ઓફીસ પર આવી જોતા ફાયર ટીમે આગ બુઝાવી હતી. અને ઓફ્સિના બંધ એસીના વાયેરિંગમાં સ્પાર્ક થઈને આખી ઓફ્સિમાં આગ લાગી હતી. આગને કારણે કુરિયરના 15 જેટલા પાર્સલો અને ઓફ્સિના અન્ય કેટલાક સામાનને નુકસાન થવા પામ્યું હતું. જોકે નુકસાનનો ચોક્કસ આંકડો નથી કાઢી શકાયો પરંતુ ઓફીસમાં સામાન બળતાં તેમને કુરિયરનું કામ ઓફીસ બહાર બેસીને કરવાની ફરજ પડી હતી.