32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsana દૂધસાગર ડેરીમાં કાંડ : આશા ઠાકોરની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ

Mehsana દૂધસાગર ડેરીમાં કાંડ : આશા ઠાકોરની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ


  • બોનસના નાણાં વિપુલ ચૌધરીને આપવામાં ભૂમિકા ભજવવાનો આરોપ
  • દિવાળીના બોનસના નામે 14 કરોડનું કૌભાંડ, સેશન્સ કોર્ટે અરજી ફગાવી
  • ડેરીના અધિકારીઓ સામે 25000 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ

મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓથા હેઠળ રૂ.14 કરોડના કૌભાંડ કેસમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરી શકાય તેટલા પુરાવા છે.

તપાસમાં ખુલ્યુ હતુ કે, મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ 2016-20 દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતાં. ડેરીના કર્મચારીઓને વધુ દિવાળી બોનસ આપવાનો ઠરાવ પાછળથી ઠરાવ બુકમાં લખ્યો હતો. આરોપી આશા ઠાકોરે મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષી મારફ્તે નાણાં મેળવી વિપુલ ચૌધરીને આપવાની મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનો આરોપ મુકાયો હતો.

મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓથા હેઠળ રૂ.14 કરોડના કૌભાંડ કેસમાં વાઇસ ચેરમેન આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી સહિત અન્યોની સીઆઈડી ક્રાઈમે 2021માં ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ મહેસામા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસના નામે ચેડાં કર્યાનું આક્ષેપ મુકાયો હતો. સીઆઈડી ક્રાઈમે આ મામલે તપાસ બાદ વર્ષ 2021માં તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને ડેરીના અધિકારીઓ સામે 25000 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ કર્યુ હતું. જે કેસમાં વાઇસ ચેરમેન આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીએ પુરાવા નહીં હોવાથી ડિસ્ચાર્જ કરવા માટે દાદ માંગી હતી.જેમાં ખાસ સરકારી વકીલે કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી સામે પુરતા પુરાવા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યુ છે. આરોપીઓ સામે પુરતા પુરાવા હોવાથી ડિસ્ચાર્જ અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બન્ને જણાની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય